Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મોહ કર્મને ક્ષીણ કરતાં ધર્મયોદ્ધાઓ વગેરેના નિર્જરી રહેલા, પરમયોગથી વાસિત થયેલા પરમાણુઓને ઝીલી-ઝીલી વધાવીને અમે તેની કસ બનાવીએ છીએ. આ કસથી કવચનું બંધન મજબૂત થાય છે માટે આ કવચના ભાગનું નામ રાખ્યું છે પ્રત્યાખ્યાન.
આ છે અમારા કવચનો ઈતિહાસ એમ કહીને સવૃત્તિ થોડીવાર શાંત રહીને અમારા પ્રતિભાવને જોવા લાગી. આ વાતથી તાજુબ થયેલા અમો મૌન રહા તેથી વાતાવરણમાં મૂક શાંતિ છવાઈ ગઈ. આ શાંતિનો ભંગ કરતાં સવૃત્તિ પોતે જ બોલી જિજ્ઞાસુઓ ! અમારા કવચની કરામત શું છે તે તમે સાંભળો.
અમો અનાદિકાળથી આવા કવચ બનાવતા હતા, બનાવી રહ્યા છીએ અને બનાવતા રહેશે. તે કવચને અમે હંમેશાં આવશ્યક આરામગૃહમાં રાખીએ છીએ. જેઓ ભવભીરું બની ગયા હોય, શુક્લપક્ષમાં વર્તતા હોય, આસન્ન મોક્ષગામી થવા તત્પર બની રહ્યા હોય, તેઓ અમારી પાસે ત્યાગ-વૈરાગ્યના મૂલ્ય ચૂકવી સંસારના ત્યાગી બની, પોતાના કર્મ જ બંધનરૂપ છે એમ જાણી, કર્મજંજીરથી મુક્ત થવા અને કર્મસંગ્રામ ખેલવા ધર્મવીર યોદ્ધાઓ આ આવશ્યક આરામગૃહમાં આવીને આ કવચ ખરીદી જાય છે. જેની કિંમત અણમોલી છે. આ કવચને પહેલા નમો સિદ્ધાણં પદથી મંત્રિત કરે છે, સત્કારે છે, સન્માને છે અને પૂર્વ દિશામાં ઉભા રહીને કેશાવલીને ઉતારી, પાંચે ય ઇન્દ્રિયોના વિષયોથી વિરામ પામી, દ્રવ્ય-ભાવથી મુંડિત થઈને કરેમિભતેના પાઠમાં મનને ધ્યાનમાં જોડી, વચનથી ઉચ્ચારણમાં મૌન બની, કાયાથી સ્થિર બની પાપકારી પ્રવૃત્તિ સર્વથા છોડી, શાંત ચિતે મુંડિત મસ્તકથી લઈને ચરણ સુધીના કવચને પ્રત્યાખ્યાનની દોરીથી બાંધતા પ્રતિજ્ઞા કરે છે કે હવે કોઈ ઉપસર્ગ-પરીષહ આવે ત્યારે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા નહીં કરું પરંતુ સહનશીલતા ધારણ કરી સમત્વયોગને કેળવીશ, એવી ભાવના ત્રિયોગના એકત્વથી ભાવતા સર્વ જીવો પ્રતિ દયા ભાવ ઉભરાવા લાગ્યો અને મસ્તિષ્કમાં સમભાવને દેનારા, સામાયિક નામના આવશ્યકે ચારિત્ર ધારણ કરનાર તીર્થંકરના ક્ષયોપશમભાવ દ્વારા પરિણામને પ્રશસ્ત કર્યા, એ પ્રશસ્ત ભાવની ધર્મધ્યાનાગ્નિએ મનઃ પર્યવજ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિને જલાવી દીધી, અને ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટ કર્યું માટે જ જ્ઞાની પુરુષો કહે છે કે
સમ્યમ્ યિોગનું એકત્વ પાપ પ્રજાને આત્મપ્રભા ઉજાળે.
આ કવચને ધારણ કરનાર મહાત્માઓ જ્યારે મંગલસ્તુતિ દ્વારા સ્વાધ્યાયમાં લીન બની અનંત ચોવીસ તીર્થંકરોનું અંજલી જોડી સ્તવન ચાલુ કરે છે, ત્યારે વિશુદ્ધિ કેન્દ્ર શુદ્ધ બની જાય છે અને કવચમાં કલ્યાણકારી પરમાણુ પસાર થઈ મિથ્યાત્વાદિ મચ્છરોને ઉડાડી, અવ્રતના વીંછીઓ વીંધી, અનંતનો અનુબંધ પાડે તેવા અનંતાનુબંધી
40