________________
Tી મધ્યમકુમ Tી
एगम्मि वि जम्मि पए संवेगं वीयरायमग्गम्मि ।
गच्छइ नरो अभिक्खं तं मरणं तेण मरियव्वं ।।६०।। અર્થઃ શાસ્ત્રના એક માત્ર જે પદના અભ્યાસ-ચિંતન-પરાવર્તનથી આત્મા વીતરાગ માર્ગમાં આગળ વધીને સંવેગને પ્રાપ્ત કરે તે પદ - તે ગાથાના ચિંતન-પરાવર્તન કરતા કરતા મૃત્યુને સ્વીકારવું જોઈએ. (૧૦)
ता एगं पि सिलोगं जो पुरिसो मरणदेसकालम्मि ।
आराहणोवउत्तो चिंतंतोऽऽराहगो होइ ।।६१।। અર્થ ઃ તેથી પંચપરમેષ્ઠીને નમસ્કારરૂપ એક શ્લોકના સ્મરણમાં લીન બનીને જે આરાધક મૃત્યુને પ્રાપ્ત કરે છે તે આરાધક બને છે. (૯૧)