________________
Jain Education International 2010_02
જ્યારે અચાનક આવશે યમદેવ મારા આંગણે, જનમોજનમના ચિર પ્રવાસે લઈ જશે જ્યારે મને ! હે વીતરાગ જિનેન્દ્ર ! એક જ છે વિનંતિ આપને, ત્યારે સમાધિ-બોધિનું પાથેય દેજો પ્રભુ મને...ll૧॥ જે છોડશે તે પામશે' એવું અહીં કહેવાય છે, કહે છે પ્રભુ, જે મૃત્યુ ભય તજશે સુખો તે પામશે ! આ જીવ ગર્ભાવાસથી પૂરાય જે તનપિંજરે, પિંજર થકી છોડાવનારું કોણ છે વિણ મરણ રે ! I॥૨॥ મૃત્યુ સમયની વ્યાધિની કાળી અકારી વેદના, અજ્ઞાનીને પીડા જગાડે, જ્ઞાનીને સંવેદના ! જ્ઞાની વિચારે : વેદના તો દેહ મોહ વિનાશનું, સાધન સરસ છે, તે થકી છે મરણ, ભવના ત્રાસનું ! ॥૩॥ વરસો અને વરસો સુધી જે ઘોર તપકિરિયા કરી, જે જીવનભર સંયમધુરા શૂરા બ બની કાંધે ધરી, ને આદર્યું દિનરાત શાસ્ત્રોનું મનન અધ્યયન જે, તે સર્વનું ફલ એક, અંતે તો, સમાધિમરણ છે !
વનાર કોણ છે વિશે પ્રશ
For Private & Personal Use Only
[કર્તા : મુ. મોક્ષરતિ વિ.]
www.jainelibrary.org