Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१२
३ पुष्पितासूत्र बाद असाधुओके दर्शनसे तुमने इस धर्मका परित्याग कर दिया। अनन्तर एक समय मध्य रात्रिमें कुटुम्ब जागरणा करते हुए तुम्हारे मनमें विचार पैदा हुआ कि-' गङ्गाके किनारेमें तपस्या करनेवाले विविध प्रकारके वानप्रस्थ तापस हैं, उन तापसोमें जो दिशाप्रोक्षक तापस हैं उनके पास, लोहेकी कडाहिया कलछु और ताम्बेका तापसपात्र बनवाकर उसे लेकर जाऊँ और दिशाप्रोक्षक तापस बन '। इत्यादि सोमिल ब्राह्मणके द्वारा पूर्व चिंतित विचारोंको देवताने उससे कहा। और फिर उसने कहा कि-' बादमें तुमने दिशाप्रोक्षक तापसके समीप दीक्षा ली और अभिग्रह लिया यावत् जहाँ अशोक वृक्ष था वहाँ आये और वहाँ कावड रख अपना सभी कृत्य किया बाद मेरे द्वारा प्रतिबोधित होनेपर भी तुमने उसपर ध्यान नहीं दिया और मौन होकर रह गये । इस प्रकार मैंने चार दिन तक तुम्हें समझाया पर तुमने ध्यान नहीं दिया। बाद आज पाँचवें दिवस चौथे पहरमें यहा उदुम्बर वृक्षके नीचे तुमने अपना कावड रखा, बैठनेकी जगहको साफ किया,
ત્યાર પછી અસાધુઓના દર્શનથી તમે આ ધર્મને પરિત્યાગ કર્યો. પછી એક સમય મધ્યરાત્રિમાં કુટુંબ જાગરણ કરતાં કરતાં તમારા મનમાં એ વિચાર ઉત્પન્ન થયો કે, “ગંગાને કાંઠે તપસ્યા કરવાવાળા જુદા જુદા પ્રકારના વાનપ્રસ્થ તાપસ છે. તે તાપસમાં જે દિશાક્ષક તાપસ છે તેની પાસે, લોઢાની કડાઈઓ કડછી તથા તાંબાનાં તાપસપાત્ર બનાવરાવી તે લઈને જાઉં અને દિશા પ્રેક્ષક તાપસ બનું.” વગેરે રોમિલ બ્રાહ્મણના મનમાં પૂર્વ ચિંતન કરેલા જે વિચારે હતા તે દેવતાએ તેને કહ્યા. ફરી તેણે કહ્યું કે ત્યાર બાદ તમે દિશા પ્રેક્ષક તાપસની પાસે દીક્ષા લીધી અને અભિગ્રહ લીધે ત્યારથી જ્યાં અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યા અને ત્યાં કાવડ રાખી તમે તમારા સર્વે કર્મો કર્યા. પછી મારા દ્વારા પ્રતિબંધિત કરાયા છતાં પણ તમે તે ઉપર ધ્યાન ન આપ્યું અને મૌન રહ્યા. આ પ્રકારે મેં ચાર દિવસ સુધી તમને સમજાવ્યા પણ તમે ધ્યાન ન આપ્યું. બાદ આજે પાંચ દિવસ ચેાથા પહોરમાં અહી ઉદુઅર વૃક્ષની નીચે તમે તમારી કાવડ સખી બેસવાની જગ્યાને સાફ કરી પછી તે લીપી અને સમ્માર્જન કર્યું
શ્રી નિરયાવલિકા સૂત્ર