________________
**
સ્વીકારવામાં આવી છે અર્થાત્ ‘સૂર્યમૂત્તા: મંત્રાઃ' આ રીતે વિશ્વમાં સૂર્યનું સ્પષ્ટ મહત્ત્વ છે.
ભલે, જૈનશાસ્ત્રોમાં કદાચ સૂર્યને વંદનીય ન માન્યો હોય, પરંતુ વ્રતોમાં ‘રાત્રિ ભોજન વિરમણ વ્રત’ અતિ મહત્ત્વપૂર્ણ વ્રત છે. પંચ મહાવ્રતોનો ઉપદેશ આપ્યા પછી દશવૈકાલિક સૂત્રમાં વ્રતોમાં અપૂર્ણતા માલુમ પડી અને સૂર્યના અદર્શન થાય ત્યારે આહાર પાણી બધુ બંધ થાય તેવું છઠ્ઠું શ્રેષ્ઠ વ્રત સ્થાપવામાં આવ્યું અને આ રીતે જૈન શાસ્ત્રોમાં સૂર્યના અસ્તિત્વની મહત્તા આવી ગઈ, જૈન સાધુ-સાધ્વીઓ કે જૈન ભાવનાને અનુસરનારા શ્રાવક-શ્રાવિકાઓ સૂર્ય અદશ્ય થતાં જ આહાર-પાણીનો ત્યાગ કરે છે અને પુનઃ સૂર્યના દર્શન થાય, ત્યારે જ આહાર ગ્રહણ કરે છે અને આ ઉપરાંત જૈન શાસ્ત્રોમાં, સૂર્યના તાપે પાકેલા ફળ કે અનાજ ન હોય પરંતુ સૂર્ય પ્રકાશના અભાવમાં અંધકારમાં કંદમૂળરૂપે જે ભોજ્ય પદાર્થ તૈયાર થાય, તેને ખાવાનો નિષેધ છે, જૈનો કંદમૂળ ખાતા નથી. આથી પણ સમજાય છે કે સૂર્ય અને તેના પ્રકાશની ઘણી જ મહત્તા છે. ઉપરાંત સૂર્ય ગ્રહણ વખતે પણ જૈનમુનિઓ શાસ્ત્ર સ્વાધ્યાય કરતા નથી, તેથી અંતરંગમાં સૂર્યનું ઘણું મહત્વ છે, તે સિદ્ધ થાય છે અસ્તુ...
હવે આપણે આ લેખને આટોપી રહ્યા છીએ. બત્રીસ શાસ્ત્રોમા પણ ‘સૂર્યપ્રજ્ઞપ્તિ’ અને ‘ચંદ્રપ્રજ્ઞપ્તિ' ઈત્યાદિ શાસ્ત્રો વિશેષ સ્થાન પામ્યા છે અને સૂર્ય વિષે ઘણું સુંદર ગણિત ગોઠવ્યું છે. આગળ આપણે કહી ગયા તે રીતે સૂર્યની ગતિની ગણનાથી આપણા વ્યાવહારિક અનુષ્ઠાનો સંપન્ન થાય તે જ એક માત્ર પ્રયોજન છે. તેથી આગળ વધીને આ બાબતની સત્યતા માટે વિચાર કરવાની જરૂર નથી કે ટૂંકી બુદ્ધિનું પ્રદર્શન કરવાની જરૂર નથી.
ઉપસંહાર ઃ- સમગ્ર શાસ્ત્રોનું એક માત્ર લક્ષ આત્મ કલ્યાણ થવું, વિશ્વમાં નીતિની સ્થાપના થવી, અને પ્રાણી માત્રને ન્યાય મળે, તેવી આચારસંહિતા ગોઠવવી, એ જ છે અને આ પવિત્ર શાસ્ત્રો હજારો વર્ષથી લક્ષ પૂરું કરી, કોટી કોટી માણસોને સદ્ગતિ પ્રાપ્ત કરાવે છે, મનુષ્યના મન ઉપર શાસ્ત્રની પૂજ્યતા અંકિત થયેલી છે. તો આપણે પણ એવા જ પવિત્ર ભાવથી આ શાસ્ત્રોને નતમસ્તક બની, વંદન કરી વિરમશું.
આગમપ્રકાશનના આ કાર્યમાં ઘણા તપોબળે, આપ સૌ સંપાદન કરી રહ્યા છે અને રાત્રિ-દિવસ જ્ઞાનશ્રમ કરી જ્ઞાનયજ્ઞની રચના કરી, મન, વચન, કાયાથી આહૂતિ આપી આત્માના નિર્મળ પ્રકાશ કણોને શાસ્ત્રરૂપે અંકિત કરી રહ્યા છો. તે ઘણી જ ગૌરવની વાત છે એટલું જ નહીં પરંતુ ઈતિહાસના ફલક ઉપર સ્વર્ણ અક્ષરરૂપે કે સાચા
AB
30