________________
અને સમાન પ્રકાશક હોવાથી, આપણે ઓળખી શકતા નથી કે ક્યો સૂર્ય સોમવારનો છે અને કયો સૂર્ય મંગળવારનો છે? સમાન ભાવે બંને સૂર્ય પોતપોતાનું કર્તવ્ય પૂરું કરે છે, જેથી વિટંબના ટળી જાય છે. માંડલાની ગણના કર્યા પછી બે સૂર્યની કલ્પના આવશ્યક બની રહે છે.
જો કે વિશ્વમાં કે સમાજમાં બે સૂર્યની વાત કરવી તે કોઈને ગળે ઉતરે તેવું નથી, પરંતુ આપણે સૂર્યથી જે લાભ ઉઠાવવાનો છે, વાર, તિથિ, મુહૂર્ત, નક્ષત્ર કે બીજા કોઈ પણ યોગ બરાબર પ્રાપ્ત થઈ શકે છે, તેથી બે સૂર્યની ગણનાને આધારે પ્રત્યક્ષ દર્શન સ્પષ્ટરૂપે, યથાર્થ રૂપે કે સત્યરૂપે પ્રાપ્ત થાય છે, ગાય સુંદર દૂધ આપે છે. પછી જંગલમાં તે શું ચરીને આવે છે તેની ઊંડી ચિંતા કરવાની જરૂર નથી, ગાય દૂધ આપે છે તે સત્ય છે. તે ચરીને આવે છે, તે પણ સત્ય છે, કયા ક્ષેત્રમાં ચરી અને કેટલા ડગલા ભર્યા તેનું પ્રકૃતિમાં, વિશ્વ જગતમાં ગણિત છે પરંતુ તે ગણિત બધુ બૌદ્ધિક હોતું નથી, તો અહીં પણ એ સિદ્ધાંત માનવાનો છે. જૈન શાસ્ત્રને આધારે સૂર્યનું સ્વરૂપ” – વર્તમાન વિજ્ઞાન સૂર્યને પ્રચંડ અગ્નિનો ગોળો માને છે જ્યારે વૈદિક શાસ્ત્રોમાં પૃથ્વી, પાણી અને અંતરીક્ષ, ત્રણે મહાતત્ત્વોનો સૌથી મોટો દેવ સૂર્ય છે. બધી ઉપાસના અને મંત્રોમાં સૂર્યને પૂજ્ય અને ઉપાસક માન્યો છે. જૈનગણનામાં સૂર્યનું ઘણું મહત્ત્વ છે. સૂર્ય સ્વયં એક મહાપ્રકાશક, તેજસ્વી, જાણે કોઈ સ્ફટિક રત્નનો બનેલો છે તેમાંથી ઉગ્રપ્રકાશ (અગ્નિ ભરેલો પ્રકાશ) નિરંતર પ્રવાહિત થતો રહે છે અને હજારો જોજનની દૂરીથી પણ વિશ્વને તાપ આપી શકે છે. સંતાપિત કરી શકે છે અને આ સૂર્યના વિમાનમાં સૂર્યનો અધિષ્ઠાતા, સૂર્યેન્દ્ર–જ્યોતિષ ઈન્દ્ર, એવો મહાન દેવ પોતાની પ્રભુતા સાથે નિવાસ કરે છે અર્થાત્ સૂર્ય એક જાજ્વલ્યમાન વિમાન છે. જે સ્વતઃ નિયમિત ગતિ કરે છે. આ રીતે સૂર્ય વિષે વિશ્વમાં પણ બીજી કેટલીક કલ્પનાઓ હોઈ શકે છે. અસ્તુ... જે હોય તે પરંતુ સૂર્ય આપણી પૃથ્વીનો નિયામક છે. તેમાં કોઈ સંશય નથી. “સૂર્યની મહત્તા' – સમગ્ર જીવરાશિ સૂર્યના પ્રકાશની અપેક્ષા રાખે છે. બધો કાર્યકાળ સૂર્યની ગતિ સાથે ગોઠવાયેલો છે, ફળોમાં કે વૃક્ષોમાં જે કાંઈ રસ સિંચન થાય છે તેમાં સૂર્ય મોટો ભાગ ભજવે છે. અહોરાત્રિનું વિભાજન સૂર્યને આધારે છે, સૂર્ય જેટલો મહત્વપૂર્ણ છે, તેનાથી પણ વધારે બાર કલાકની તેની ગેરહાજરી અધિક મહત્વપૂર્ણ છે. કવિએ ઠીક જ કહ્યું છે– “શાન્તિની નિશ” “નિશાય વિશ્રામમુત્તમ ૩૫ત્તમત્તે નીવ' “પ્રાણરાશિના જીવનાધારે સૂર્યઃ' ઈત્યાદિ ઈત્યાદિ સૂર્ય માટે સેંકડો વચનો મળે છે, વેદોમાં ઈશ્વરની સ્થાપના થઈ ન હતી ત્યારે પણ સૂર્યની સ્થાપના સર્વત્ર
&
29 ON .•