________________
S=0
પ્રાભૃત ૧૦/૧૭ પ્રાચીન કાળથી પ્રશ્નચિહ્ન રૂપ બની રહ્યું છે. વૃત્તિકારે પણ પોતાની લેખની અહીં થંભાવી દીધી છે. આ પ્રતિપ્રાભૃતમાં નક્ષત્રના ભોજનનું વિધાન છે અને તેમાં અખાદ્ય પદાર્થો, સચિત પદાર્થો તથા માખણાદિ મહાવિનયનું વિધાન છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચતુર્વિધ સંઘ મધ-માંસના ત્યાગી હોય છે. તેઓ મધ-માંસ ભોજનનો ઉપદેશ આપે તે શક્ય નથી. તે ઉપરાંત પ્રાભૃત ૧૦/૧માં અભિજિતથી ઉત્તરાષાઢા પર્વતનો નક્ષત્ર ક્રમ સ્વમત માન્ય છે, તેમ કહ્યું છે. ૧૦/૧૭માં કૃતિકાથી ભરણીના ક્રમે નક્ષત્ર ભોજનનું વિધાન છે, તેથી સ્પષ્ટ થાય છે કે આ નક્ષત્ર ભોજનનું કથન સ્વમત માન્ય નથી, તે અન્ય મતની માન્યતા છે. આ પ્રતિપ્રાભૃતનો કેટલાક આચાર્યો વનસ્પતિપરક અર્થ કરે છે, પરંતુ ગણધર ભગવંતો સંદિગ્ધ, ભ્રાત કે ધયર્થી શબ્દનો પ્રયોગ કરે નહીં. જ્યોતિષ્ક દેવોના સ્વરૂપ દર્શક આ આગમમાં ફળ દર્શક આ પ્રતિપ્રાભૃત પ્રક્ષિપ્ત જણાતા તેને મુદ્રિત કર્યું નથી. તત્સંબંધી વિશેષ સ્પષ્ટતા પરિશિષ્ટ-૪માં આપી છે.
પ્રાભૃત ૧૧/૨૧માં યુગના પાંચમા અભિવર્ધિત સંવત્સરના અંતિમ દિવસે અર્થાત યુગના અંતિમ દિવસે સૂર્ય સાથે પુષ્ય નક્ષત્ર યોગમાં હોય છે અને તેના યોગકાળના ૨૧ મુહૂર્ત શેષ હોય ત્યારે પાંચમું સંવત્સર અર્થાત્ યુગ પૂર્ણ થવાનું વિધાન છે.
પૂર્વાપર(આગળ-પાછળના પ્રાભૂતનો) વિચાર કરતાં ૨૧ મુહૂર્ત શેષ હોવાનું વિધાન સંગત લાગતું નથી. પ્રાભૃત ૧૧/રર/૨૭માં યુગની બાસઠમી પૂર્ણિમા એટલે યુગના અંતિમ દિવસે સૂર્ય સાથે પુષ્ય નક્ષત્ર યોગમાં હોય છે અને તે યોગકાળના ૧૯ 3, 8 મુહૂર્ત અવશિષ્ટ હોવાનું કથન છે. પ્રાકૃત ૧૨/૧૬માં યુગના પ્રથમ અયનના પ્રારંભ સમયે સૂર્ય સાથે પુષ્ય નક્ષત્ર યોગમાં હોય છે અને યોગકાળના ૧૯ રૂ. ૩૩ મુહૂર્ત શેષ હોય ત્યારથી પ્રથમ અયનનો પ્રારંભ થાય છે. આ બંને સૂત્રના આધારે નિશ્ચિત થયું કે યુગના અંતે પુષ્ય નક્ષત્રના સૂર્ય યુગકાળના ૧૯ ફેં, શું મુહૂર્ત અવશિષ્ટ હોય છે અને તેથી પ્રાભત ૧૧/૨૧માં ૧૯ મુહુર્તવાળો પાઠ સ્વીકારી ૨૧ મુહૂર્તવાળા પાઠને કૌંસમાં રાખ્યો છે.
ગણિતાયોગથી સભર આ આગમને વિવિધ આકૃતિઓ, ચાર્ટ દ્વારા સરળ બનાવવા અને પુરુષાર્થશીલ રહ્યા છીએ. અમારા આ ઉપાંગદ્રયના સંપાદન કાર્યમાં લાડનૂથી પ્રકાશિત બત્રીસી, બાવરથી પ્રકાશિત બત્રીસી, આચાર્ય શ્રી અમોલકઋષિ મ.સા. અનુવાદિત, આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. સટીક અનુવાદિત તથા અનુયોગ પ્રવર્તક શ્રી કન્ડેયાલાલજી મ.સા. અનુવાદિત સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર તો ઉપયોગી થયા જ છે, પરંતુ વિષયને સ્પષ્ટ કરવામાં આચાર્ય શ્રી મલયગિરિજીની સંસ્કૃત ટીકા(વૃત્તિ),
49
.