________________
પ્રગટ અર્થ હોવા છતાં અભવ્ય(અયોગ્ય) જનો માટે દુર્લભ, ભગવતી સ્વરૂપવાળા આ જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રનું પ્રતિપાદન કર્યું છે.
ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્રની મંગલાચરણની અને ચંદ્રપ્રજ્ઞપ્તિ તથા સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રની ઉપસંહાર ગાથા સૂચિત કરે છે કે આ બંને આગમ પહેલાં એક આગમ રૂપે હતા અને તેના સંકલન કર્તા સ્થવિર મુનિ ભગવંતે તેનું નામ જ્યોતિષગણરાજપ્રજ્ઞપ્તિ અથવા
જ્યોતિષરાજપ્રજ્ઞપ્તિનિર્ધારિત કર્યું હતું. જ્યોતિષ ગણ એટલે જ્યોતિષ્ક દેવોનો સમુદાય, તેમાં એટલે પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવોમાં, રાજ એટલે રાજા-ઈદ્ર. જ્યોતિષ દેવોમાં ચંદ્ર અને સૂર્ય ઈન્દ્ર છે. આ રીતે જ્યોતિષ ગણરાજ કે જ્યોતિષરાજથી ચંદ્ર અને સૂર્ય વિવક્ષિત છે, તેથી તે સમયે જ્યોતિષરાજના પર્યાયરૂપે ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ નામ પણ પ્રચલિત હશે. વત્તર પૂછાત્તીગો વાહિરિયાઓ પUણત્તાગો, તં નહીંચંપાબત્તી, સૂરપાળની, બબૂદીવપUારી, રીવલી'TR પાણી - શ્રી ઠાણાંગ સૂત્ર ૪/૧. ચાર પ્રકારની અંગ બાહ્ય પ્રજ્ઞપ્તિઓ ભગવાને પ્રરૂપી છે, યથા– ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબૂઢીપપ્રજ્ઞપ્તિ અને દ્વીપ–સાગરપ્રજ્ઞપ્તિ.
આ રીતે તે સમયમાં શ્રી જ્યોતિષગણરાજપ્રજ્ઞપ્તિ, ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ નામ એક જ આગમને સૂચિત કરતા હતા. કાલક્રમે ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ ભિન્ન-ભિન્ન આગમરૂપે પ્રસિદ્ધ થયા. આ બંને આગમો ક્યારે અને કેવી રીતે ભિન્ન-ભિન્ન રૂપે ખ્યાતિ પામ્યા તેનો આધારભૂત ઈતિહાસ ઉપલબ્ધ નથી. આ બંને ઉપાંગ સૂત્રોના સૂત્રપાઠના નિરીક્ષણે એટલું નિર્વિવાદ રૂપે કહી શકાય છે કે પ્રાચીન સમયમાં આ બંને ઉપાંગ બે નહીં એક આગમરૂપે હતા અને તેનું નામ જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિ હતું. રચયિતા અને રચના સમય :- ભગવાન મહાવીર સ્વામી દ્વારા ઉપદેશિત, ગણધર ભગવાન દ્વારા રચિત દષ્ટિવાદ નામના બારમા અંગસૂત્રગત પૂર્વશ્રુતના આધારે પૂર્વધારી–બહુશ્રુત કોઈ સ્થવિર ભગવંતે આ સૂત્રની રચના કરી છે. આ આગમની રચના કરનારા શ્રતધર સ્થવિર ભગવંતનું નામ વર્તમાનમાં ઉપલબ્ધ નથી.
ભગવાન મહાવીર સ્વામી અને નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામીની વચ્ચેના સમયગાળામાં આ ઉપાંગ સૂત્રની રચના થઈ હોય તેવી સંભાવના છે.
अस्या नियुक्तिरभूत पूर्व श्री भद्रबाहुसूरिकृता । कलिदोषात् साऽनेशद् व्याचक्षे केवलं सूत्रम् ॥
આચાર્ય મલયગિરિકૃત વૃત્તિ.
52