________________
પ્રાભૂત-૧૦: પ્રતિષ્ઠાભૂત-૨૨
૨૫૯ ]
રાત્રિ-દિવસ પછી પુનઃ તે નક્ષત્રની સમાન નામવાળા અન્ય નક્ષત્ર સાથે તે જ દેશ ભાગમાં યોગ કરે છે.
४० ता जेणं अज्ज णक्खत्तेणं सूरे जोयं जोएइ जसि देसंसि, से णं इमाई छत्तीसं सट्ठाइं राइदियसयाई उवाइणावेत्ता पुणरवि से सूरे तेणं चेव णक्खत्तेणं जोयं जोएइ तंसि देसंसि । ભાવાર્થ:- જે સુર્ય જે નક્ષત્ર સાથે જે દેશ ભાગમાં આજે(વિવક્ષિત દિવસે) યોગ કરે છે, તે જ સુર્ય ૩૬૬૦ રાત્રિ-દિવસ પછી પુનઃ તે જ નક્ષત્ર સાથે તે જ દેશભાગમાં યોગ કરે છે.. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સૂર્યના પૂર્વે કરેલા નક્ષત્ર યોગ પછી તે જ નક્ષત્ર કે કે તત્સદેશ અન્ય નક્ષત્ર સાથે પુનઃ થતા યોગના કાળમાન(અંતર)નું વર્ણન છે.
જંબુદ્વીપમાં બે સૂર્ય અને છપ્પન નક્ષત્રો સામસામી દિશામાં રહીને પરિભ્રમણ કરે છે. સૂર્ય કરતાં નક્ષત્રની ગતિ તીવ્ર છે, તેથી સૂર્ય ક્યારેક તે જ નક્ષત્ર સાથે યોગ કરે તો ક્યારેક તત્સદશ નામવાળા અન્ય નક્ષત્ર સાથે યોગ કરે છે.
યુગના પ્રારંભ સમયે પુષ્ય નક્ષત્રનો સૂર્ય સાથે યોગ ચાલુ હોય છે. સૂર્ય ક્રમશઃ ૨૮ નક્ષત્રો સાથે ૩૬ અહોરાત્રમાં યોગ પૂર્ણ કરે છે. ચંદ્ર કરતાં સૂર્યની ગતિ તીવ્ર છે, તેથી જે નક્ષત્ર ચંદ્ર સાથે કેટલાક મુહૂર્ત પર્યત જ યોગ કરે છે, તે જ નક્ષત્ર સૂર્ય સાથે કેટલાક અહોરાત્ર પર્યત યોગ કરે છે અર્થાતુ નક્ષત્રોના ચંદ્રયોગકાળ કરતાં નક્ષત્રનો સુર્ય યોગકાળ લાંબો છે અને તેથી ૨૮ નક્ષત્રોનો ચંદ્રયોગકાળ ૨૭ ૨8 અહોરાત્ર છે જ્યારે સૂર્યયોગકાળ ૩૬૬ અહોરાત્ર છે.
એક વરસ પૂર્ણ થતાં સૂર્ય તે જ દેશભાગને પ્રાપ્ત થાય છે તેથી અહીં માત્ર બે જ વિકલ્પ થાય છે. (૧) તે જ સૂર્યનો તત્સદેશ અન્ય નક્ષત્ર સાથે તે જ દેશભાગમાં યોગ (૨) તે જ સૂર્યનો તે જ નક્ષત્ર સાથે તે જ દેશ ભાગમાં યોગ - સુર્ય પ્રત્યેક વર્ષે તે જ દેશભાગને પ્રાપ્ત થાય છે ત્યારે બીજા, ચોથા, છઠ્ઠા વગેરે સમસંખ્યક વર્ષે તેનો તત્સદશ અન્ય નક્ષત્ર સાથે યોગ થાય છે અને ત્રીજા, પાંચમા, સાતમા વગેરે વિષમ સંખ્યક વર્ષે તેનો તે જ નક્ષત્રો સાથે યોગ થાય છે. (૧) તત્સદશ અન્ય નક્ષત્ર સાથે તે જ દેશભાગમાં યોગ - ૩૬૬ અહોરાત્ર વ્યતીત થાય ત્યારે બીજા વર્ષે સૂર્યની તસદશ નામવાળા અન્ય નક્ષત્ર સાથે અર્થાત્ બીજા પુષ્પાદિ નક્ષત્ર સાથે આ યોગ થાય છે, અથવા ૩૬૪ ૫ = ૧૮૩૦ અહોરાત્ર વ્યતીત થાય અર્થાત્ ૫ વર્ષનો એક યુગ પૂર્ણ થાય ત્યારે સમસંખ્યક છઠ્ઠા વર્ષ આ યોગ થાય છે. (૨) તે જ નક્ષત્રનો તે જ દેશભાગમાં યોગ - ૩૬૬+ ૩૬૬ = ૭૩ર અહોરાત્ર વ્યતીત થાય અર્થાત્ ત્રીજા વર્ષે સૂર્યનો તે જ નક્ષત્ર સાથે તે જ દેશ ભાગમાં યોગ સર્જાય છે.
અથવા ૩૬૬ ૪૧૦ = ૩so અહોરાત્ર વ્યતીત થાય અર્થાતુ પાંચ-પાંચ વર્ષના બે યુગ પૂર્ણ થાય ત્યારે વિષમ સંખ્યક અગિયારમા વરસે આ યોગ થાય છે.