________________
પ્રાભૂત-૧૯: પરિચય _
૩૫૯ |
ચંદ્ર-સૂર્ય પોતપોતાના સ્થાને સ્થિત હોવાથી ચંદ્ર-સૂર્યનો પ્રકાશ પરસ્પર મિશ્રિત થાય છે, તેથી સૂર્યનો પ્રકાશ અત્યંત ઉષ્ણ કે અત્યંત ચંદ્રનો પ્રકાશ શીત હોતો નથી. ત્યાંનું વાતાવરણ હંમેશાં મંદપ્રકાશ યુક્તહોય છે. ત્યાંનાં જ્યોતિષ્ક વિમાનના પ્રકાશક્ષેત્રનું સંસ્થાન ઈટ જેવું લંબચોરસ આકારનું હોય છે.
આ રીતે અઢીદ્વીપમાં ગતિશીલ અને અઢીદ્વીપની બહાર સ્થિતિશીલ જ્યોતિષ્ક વિમાનો છે.