________________
प्रामृत-१: प्रतिप्रामृत-५
| ४५ ।
| ४ तत्थ णं जे ते एवमाहंसु- ता णो किंचि दीवं वा समुदं वा ओगाहित्ता सूरिए चारं चरइ, ते एवमाहंसु- ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं णो किंचि जंबूद्दीवं दीवं ओगाहिता सुरिए चारं चरइ तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ । ___एवं सव्वबाहिरे मंडले वि, णवरं- णो किंचि लवणसमुदं ओगाहित्ता सूरिए चारं चरइ, राइंदियं तहेव । ભાવાર્થ :- અન્યતીર્થિકોમાં જે એમ કહે કે દ્વીપ-સમુદ્રને કિંચિત્માત્ર અવગાહિત કર્યા વિના સૂર્ય પરિભ્રમણ કરે છે, તેઓનો આશય એ છે કે સૂર્ય જ્યારે સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરે છે ત્યારે તે જંબૂદ્વીપને કિંચિત્માત્ર અવગાહિત કર્યા વિના જ પરિભ્રમણ કરે છે અને ત્યારે સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ તથા ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
તે જ રીતે સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરે ત્યારે તે લવણ સમુદ્રને કિંચિત્માત્ર અવગાહિત કર્યા વિના પરિભ્રમણ કરે છે આદિ પૂર્વવતુ જાણવું. सूर्य द्वारा माहित द्वीप-समुद्र:| ५ वयं पुण एवं वयामो- ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं जंबहीवं दीवं असीयं जोयणसयं ओगाहित्ता सरिए चारं चरइ. तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ । ભાવાર્થ - ભગવાન એમ કહે છે કે સૂર્ય જ્યારે સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તે જંબૂદ્વીપના ૧૮૦ યોજનના ક્ષેત્રને અવગાહિત કરે છે અર્થાત્ સર્વાત્યંતર મંડળ જંબૂદ્વીપની ગતીથી ૧૮૦ યોજન અંદર છે. તે સમયે લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ થાય છે. |६ ता जया णं सूरिए सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं लवणसमुदं तिणि तीसे जोयणसए ओगाहित्ता सूरिए चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ, (गाहाओ भाणियव्वाओ) । ભાવાર્થ :- સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તે લવણ સમુદ્રના ૩૩૦ યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને પરિભ્રમણ કરે છે અર્થાત્ સર્વ બાહ્ય મંડળ લવણસમુદ્રમાં જંબૂદ્વીપ તરફના કિનારાથી ૩૩0 યોજન દૂર છે. તે સમયે લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ અને ટૂંકામાં ટૂંકો ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં મંડળના અવગાહન ક્ષેત્રનું કથન છે. મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણાકારે