________________
પ્રાભૂત-૧૦ : પ્રતિપ્રામૃત ૩
ते णं छ, तं जहा- उत्तरापोट्ठवया रोहिणी पुणव्वसू उत्तराफग्गुणी विसाहा उत्तरा
साढा ।
ભાવાર્થ :- પ્રશ્ન- આ અઠયાવીસ નક્ષત્રોમાંથી (૧) કેટલા અને ક્યા નક્ષત્રો પૂર્વભાગ– દિવસના પ્રારંભમાં સમક્ષેત્રમાં ચંદ્ર સાથે ત્રીસ મુહૂર્ત સુધી યોગ કરે છે ? (૨) કેટલા અને ક્યા નક્ષત્રો પશ્ચાત્ ભાગ– દિવસના અંતિમ ભાગમાં સમક્ષેત્રમાં ચંદ્ર સાથે ત્રીસ મુહૂર્ત સુધી યોગ કરે છે ? (૩) કેટલા અને ક્યા નક્ષત્રો નકતભાગ– રાત્રિના પ્રારંભમાં અર્ધ ક્ષેત્રમાં ચંદ્ર સાથે પંદર મુહૂર્ત સુધી યોગ કરે છે ? (૪) કેટલા અને ક્યા નક્ષત્રો ઉભય ભાગ– પહેલા દિવસના પ્રારંભથી બીજા દિવસની સાંજ સુધીના દ્વયાર્ધ (દોઢ) ક્ષેત્રમાં ચંદ્ર સાથે પીસ્તાલીસ મુહૂર્ત સુધી યોગ કરે છે ?
૧૫૯
ઉત્તર– (૧) આ અઠયાવીસ નક્ષત્રોમાંથી (૧) પૂર્વાભાદ્રપદા (૨) કૃતિકા (૩) મઘા (૪) પૂર્વાફાલ્ગુની (૫) મૂળ (૬) પૂર્વાષાઢા, આ છ નક્ષત્રો દિવસના પ્રારંભમાં સમક્ષેત્રમાં ચંદ્ર સાથે ત્રીસ મુહૂર્ત સુધી યોગ કરે છે.
(૨) તે નક્ષત્રોમાંથી (૧) અભિજિત (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) રેવતી (૫) અશ્વિની (૬) મૃગશીર્ષ (૭) પુષ્ય (૮) હસ્ત (૯) ચિત્રા અને (૧૦) અનુરાધા, આ દસ નક્ષત્રો દિવસના અંતમાં સમક્ષેત્રમાં ચંદ્ર સાથે, ત્રીસ મુહૂર્ત સુધી યોગ કરે છે.
(૩) તે નક્ષત્રોમાંથી (૧) શતભિષક્ (૨) ભરણી (૩) આર્દ્રા (૪) અશ્લેષા (૫) સ્વાતિ અને (૬) જયેષ્ઠા, આ છ નક્ષત્રો રાત્રિના પ્રારંભમાં અર્ધક્ષેત્રમાં ચંદ્ર સાથે પંદર મુહૂર્ત સુધી યોગ કરે છે.
(૪) તે નક્ષત્રોમાંથી (૧) ઉત્તરાભાદ્રપદા (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) ઉત્તરાફાલ્ગુની (૫) વિશાખા અને (૬) ઉત્તરાષાઢા, આ છ નક્ષત્રો દિવસના પ્રારંભથી બીજા દિવસની સાંજ સુધી(એક અહોરાત્ર અને બીજા અર્ધ અહોરાત્ર અર્થાત્ દ્વયાર્ધ)દોઢ ક્ષેત્રમાં ચંદ્ર સાથે યોગ કરે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ક્ષેત્ર અને કાળને સંયુક્ત કરીને નક્ષત્રોનું ચંદ્ર સાથેના યોગનું વર્ણન છે. પ્રસ્તુતમાં ક્ષેત્ર સૂચક ત્રણ શબ્દોના અને કાળ સૂચક ચાર શબ્દોનો પ્રયોગ છે.
કાળસૂચક શબ્દો– (૧) પુછ્યું માળા- પૂર્વભાગ. પૂર્વાભાદ્રપદાદિ છ નક્ષત્રો દિવસના પૂર્વ ભાગમાં અર્થાત્ દિવસના પ્રારંભમાં ચંદ્ર સાથે યોગ કરે છે. આ નક્ષત્રો પૂર્વથી દક્ષિણ તરફ જતાં ચંદ્ર સાથે યોગ કરે છે. (૨) પત્ત્ત ભાના- પશ્ચિમ ભાગ. અભિજિત, શ્રવણાદિ દસ નક્ષત્રો દિવસના પશ્ચાત્ ભાગમાં અર્થાત્ દિવસના અંત ભાગમાં ચંદ્ર સાથે યોગ કરે છે. આ નક્ષત્રો દક્ષિણથી પશ્ચિમ તરફ જતાં ચંદ્ર સાથે યોગ કરે છે. (૩) ખાંભા- નકત ભાગ. નકત એટલે રાત્રિ. શતભિષકાદિ છ નક્ષત્રો રાત્રિના પ્રારંભમાં ચંદ્ર સાથે યોગ કરે છે.
(૪) ૩મય મા- ઉભય ભાગ–દિવસ અને રાત્રિ. ઉત્તરાભાદ્રાપદાદિ છ નક્ષત્રો દિવસ અને રાત્રિ, આ બંને સમયમાં ચંદ્ર સાથે યોગ કરે છે.
પૂર્વે પ્રથમ પ્રાભૂતના પ્રથમ પ્રતિપ્રાકૃતના છઠા સૂત્રમાં આ દસમા પ્રાભૂતના પ્રતિપ્રાભૂતોની