________________
E
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર
બીજું પ્રાભૂત
પરિચય OROROOOOOR પ્રસ્તુત બીજા પ્રાભૂતમાં સૂર્યના તિર્યક પરિભ્રમણનું (તિષ્ટિ વિ રાજ્કફ – ૧/૧/૩) વર્ણન છે. સૂર્યના પૂર્વાદિ ચારે ય દિશા-વિદિશાને સ્પર્શતા પરિભ્રમણને તિયક્ પરિભ્રમણ કરે છે. બીજા પ્રાભૂતમાં ત્રણ પ્રતિપ્રામૃત છે.
પ્રથમ પ્રતિપ્રાભૂતમાં સૂર્યના ઉદય-અસ્ત વિષયક વર્ણન છે. એક સૂર્ય અગ્નિખૂણામાં ઉદિત થઈને ભરત ક્ષેત્રમાં પ્રકાશ(દિવસ) કરીને નૈઋત્ય કોણમાં અસ્ત પામે છે. નૈઋત્ય કોણમાં ઉદિત થતો તે જ સૂર્ય પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં પ્રકાશ(દિવસ) કરીને વાયવ્યકોણમાં અસ્ત પામે છે.
તે જ સમયે બીજો સૂર્ય વાયવ્યકોણમાં ઉદિત થઈને ઐરવત ક્ષેત્રને પ્રકાશિત(દિવસ) કરીને ઈશાન કોણમાં અસ્ત પામે છે. ઈશાનકોણમાં ઉદિત થતો બીજો સૂર્ય પૂર્વ મહાવિદેહ ક્ષેત્રને પ્રકાશિત(દિવસ) કરીને અગ્નિકોણમાં અસ્ત પામે છે.
એક સૂર્ય ભરતક્ષેત્રમાં અને બીજો સૂર્ય ઐરવત ક્ષેત્રમાં દિવસ કરે છે ત્યારે પૂર્વ-પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય છે તથા મહાવિદેહ ક્ષેત્રમાં દિવસ હોય ત્યારે ભરત-ઐરવત ક્ષેત્રમાં રાત્રિ હોય છે.
બીજા પ્રતિપ્રાભૂતમાં સૂર્યના તિર્યક પરિભ્રમણની પદ્ધતિનું નિરુપણ છે. તિર્યક પરિભ્રમણની બે પદ્ધતિ છે. ભેદઘાત ગતિથી પરિભ્રમણ અને કર્ણગતિથી પરિભ્રમણ. સૂર્ય એક મંડળ ઉપરનું પરિભ્રમણ પૂર્ણ કરીને, બે મંડળ વચ્ચેના બે યોજનના ક્ષેત્ર પાર કરીને, બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરે, બીજા મંડળને પૂર્ણ કરી બે યોજન ક્ષેત્રને પાર કરી ત્રીજા મંડળ ઉપર પહોંચે, તો તે ભેદઘાત ગતિ કહેવાય છે.
સૂર્ય પ્રથમ મંડળ ઉપર પરિભ્રમણ કરતાં સમયે જ બે મંડળ વચ્ચેના બે યોજનના અંતરને પાર કરવાનું લક્ષ્ય રાખીને પરિભ્રમણ કરે અને પહેલું મંડળ પૂર્ણ થતાં સૂર્ય બે યોજન દૂર પહોંચી જાય, તે ગતિને કર્ણગતિ કહે છે.
સૂર્ય ભેદઘાત ગતિથી પરિભ્રમણ કરતો નથી, પરંતુ કર્ણગતિથી પરિભ્રમણ કરે છે. કર્ણાગતિથી પરિભ્રમણ કરતાં-કરતાં સૂર્ય ક્રમશઃ એક પછી એક મંડળને પાર કરતો આગળ વધે છે.
ત્રીજા પ્રતિપ્રાભૂતમાં સૂર્યની પ્રત્યેક મંડળ ઉપરની મુહૂર્ત ગતિનું વર્ણન છે. બંને સૂર્ય મળીને પ્રત્યેક મંડળને ૩૦ મુહૂર્તમાં પૂર્ણ કરે છે. દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળની લંબાઈ-પહોળાઈ, પરિધિ વૃદ્ધિ પામે છે અને ઉત્તરાયણમાં મંડળની લંબાઈ-પહોળાઈ, પરિધિ ઘટે છે. ૩૦ મુહૂર્તમાં જ તે મંડળને પાર તે કરવા દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળે સૂર્ય ગતિ વધારે છે અને ઉત્તરાયણમાં ગતિ ઘટાડે છે. સર્વાયંતર મંડળ ઉપર પરિભ્રમણ કરે ત્યારે સૂર્યની ગતિ પ્રત્યેક મુહૂર્ત ૫,૨૫૧ ૨ યોજનની હોય છે. સૂર્ય પ્રત્યેક મંડળે પ્રત્યેક મુહૂર્ત યોજનની ગતિ દક્ષિણાયનમાં વધારે છે અને ઉત્તરાયણમાં ૐ (પરમાર્થ દષ્ટિએ ૧૭,૪) યોજન ગતિ ઘટાડે છે. અંતિમ મંડળ ઉપર સૂર્યની ૫,૩૦૫ થ્રુ યોજનની મુહૂર્ત ગતિ હોય છે.
܀܀܀܀܀