________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર
ત્યાર પછી શ્રવણ નક્ષત્ર યોગનો પ્રારંભ કરે છે અને ૩૦ મુહુર્ત સુધી યોગમાં રહે છે. આ રીતે ક્રમશઃ યોગ કરતાં-કરતાં ૨૮ નક્ષત્રો ૮૧૯ ૨૪, ૐ મુહૂર્તે સર્વ નક્ષત્રો ચંદ્ર સાથે યોગ પૂર્ણ કરે છે.
૧૪૬
પાંચમા અને છઠ્ઠા પ્રતિપ્રાભૂતમાં કુલ, ઉપકુલ, કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રોનો નામોલ્લેખ છે. મહિનાની સમાપ્તિ પૂનમના દિવસે થાય છે. તે દિવસે જે નક્ષત્ર ચંદ્ર સાથે યોગમાં હોય તે માસ સદશ નામવાળા નક્ષત્રો કુલનક્ષત્ર કહેવાય છે. ધનિષ્ઠાદિ ૧૨ નક્ષત્રો કુલ સંજ્ઞક નક્ષત્રો છે. કુલ નક્ષત્રની પૂર્વેનું નક્ષત્ર ઉપકુલ નક્ષત્ર કહેવાય છે. શ્રવણાદિ બાર નક્ષત્રો ઉપકુલનક્ષત્ર છે અને ઉપકુલ નક્ષત્રની પૂર્વના અભિજિતાદિ ચાર નક્ષત્ર કુલોપકુલ સંજ્ઞક નક્ષત્ર છે.
સાતમા પ્રતિપ્રાભૂતમાં પૂનમ-અમાસના નક્ષત્રના સન્નિપાત યોગનું વર્ણન છે. સન્નિપાત એટલે સંયોગ. પૂનમના દિવસે જે નક્ષત્ર ચંદ્ર સાથે યોગમાં હોય ત્યાંથી ક્રમશઃ સાતમા મહિનાની અમાસના દિવસે તે જ નક્ષત્ર ચંદ્ર સાથે યોગમાં હોય છે.
આઠમા પ્રતિપ્રાભૂતમાં ૨૮ નક્ષત્રોના સંસ્થાન-આકારનું કથન છે.
નવમા પ્રતિપ્રાભૂતમાં ૨૮ નક્ષત્રના તારાઓની સંખ્યાનું કથન છે.
દસમા પ્રતિપ્રાભૂતમાં પ્રત્યેક માસના નક્ષત્રો અને તેના અહોરાત્રની સંખ્યાનું વર્ણન છે. ૧૨ મહિનામાંથી શ્રાવણ, ભાદરવો, પોષ અને જેઠ આ ચાર મહિનામાં ચાર-ચાર નક્ષત્ર હોય છે અને શેષ આઠ મહિનામાં ત્રણ-ત્રણ નક્ષત્ર હોય છે. પ્રત્યેક મહિનાનું અંતિમ નક્ષત્ર એક અહોરાત્ર પર્યત પૂનમના દિવસે હોય છે.
પ્રત્યેક મહિનામાં પદાર્થની છાયાના માપનું, તેની હાનિ-વૃદ્ધિનું કથન છે. દક્ષિણાયનમાં છાયા પ્રતિદિનŕ અંગુલ, લગભગ ગાદિવસે ૧ અંગુલ અને પ્રત્યેક માસે ૪ અંગુલ વૃદ્ધિ પામે છે અને ઉત્તરાયણમાં છાયા પ્રતિદિન ← અંગુલ, લગભગ ણા દિવસે ૧ અંગુલ અને પ્રત્યેક માસે ૪ અંગુલની હાનિ પામે છે. અગિયારમા પ્રતિપ્રાભૂતમાં દક્ષિણ યોગી, ઉત્તરયોગી, ઉત્તર-દક્ષિણ પ્રમર્દયોગી, દક્ષિણ પ્રમર્દયોગી તથા કેવળ પ્રમર્દ યોગી નક્ષત્રોનું વર્ણન છે. મૃગશીર્ષ આદિ છ નક્ષત્રો દક્ષિણ યોગી છે. અભિજિતાદિ બાર નક્ષત્રો ઉત્તરયોગી છે. કૃતિકાદિ સાત નક્ષત્રો ઉત્તર-દક્ષિણ અને પ્રમર્દ (ત્રિ) યોગી છે. પૂર્વાષાઢા, ઉત્તરા– ષાઢા, આ બે નક્ષત્રો દક્ષિણ-પ્રમર્દ યોગી છે. જયેષ્ઠા નક્ષત્ર માત્ર પ્રમર્દ યોગી છે.
ચંદ્રના પંદર મંડળમાંથી ૧, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૫ આ આઠ મંડળ સાથે નક્ષત્રના મંડળ છે. ચંદ્રના ૧ થી પ તથા ૧૧ થી ૧૫, આ દસ મંડળની નીચે સૂર્ય મંડળ છે.
ચંદ્રના ૧, ૩, ૧૧ અને ૧૫ આ ચાર મંડળ સાથે નક્ષત્ર મંડળ અને સૂર્ય મંડળ છે. બારમા પ્રતિપ્રાભૂતમાં ૨૮ નક્ષત્રના સ્વામી દેવના નામોનો ઉલ્લેખ છે. તેરમા પ્રતિપ્રાભૂતમાં એક અહોરાત્રના ૩૦ મુહૂર્તના નામોનું કથન છે.
ચૌદમા પ્રતિપ્રાભૂતમાં ૧૫ દિવસ અને ૧૫ રાત્રિના લૌકિક અને લોકોત્તરિક નામોનો ઉલ્લેખ છે. પંદરમા પ્રતિપ્રાભૂતમાં ચંદ્રથી નિષ્પાદિત ૧૫ દિવસ તિથિ, ૧૫ રાત્રિ તિથિના નામનું કથન છે. સોળમા પ્રતિપ્રાભૂતમાં ૨૮ નક્ષત્રના(નક્ષત્ર દેવના) ગોત્રોનો નામોલ્લેખ છે. સત્તરમા પ્રતિપ્રાભૂતમાં નક્ષત્ર ભોજનનું કથન છે. આ પ્રતિપ્રાભૂત પ્રક્ષિપ્ત માનવામાં આવે છે.