________________
૪૮ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાગમાંથી સાડી એકતાલીસ ભાગ ક્ષેત્રને વિકૅપિત કરતાં અર્થાતુ પાર કરતાં પરિભ્રમણ કરે છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય એક-એક અહોરાત્રમાં અઢી(રા) યોજના ક્ષેત્રને પાર કરતાં પરિભ્રમણ કરે છે. (૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય એક-એક અહોરાત્રમાં ત્રીજો ભાગ ન્યૂન ત્રણ યોજના (૨૩ યોજન) ક્ષેત્રને પાર કરતાં પરિભ્રમણ કરે છે. (૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય એક-એક અહોરાત્રમાં ત્રણ યોજન અને એક યોજના એકસો ત્યાસી યોજનમાંથી સાડી છેતાલીસ યોજનાંશ(૩૬૬ યોજન) પ્રમાણ ક્ષેત્રને પાર કરતાં પરિભ્રમણ કરે છે. (૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય એક-એક અહોરાત્રમાં સાડા ત્રણ(વા) યોજન પ્રમાણ ક્ષેત્રને પાર કરતાં પરિભ્રમણ કરે છે. (૬) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય એક-એક અહોરાત્રમાં ચોથો ભાગ ન્યૂન ચાર યોજન અર્થાત્ પોણાચાર (8) યોજના ક્ષેત્રને પાર કરતાં પરિભ્રમણ કરે છે. (૭) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય એક-એક અહોરાત્રમાં ૪ યોજન અને ૧ યોજનના ૧૮૩ યોજનાંશમાંથી સાડી એકાવન યોજનાશ ( યોજન) ક્ષેત્રને પાર કરે છે.
અહોરાત્રમાં સૂર્યનું વિકૅપિત ક્ષેત્ર - | २ वयं पुण एवं वयामो- ता दो जोयणाई अडयालीसंच एगट्ठिभागे जोयणस्स एगमेगं मंडलं एगमेगेणं राइदिएणं विकंपइत्ता विकंपइत्ता सूरिए चारं चरइ । ભાવાર્થ :- ભગવાન એમ કહે છે કે સૂર્ય એક મંડળ ઉપરથી બીજા મંડળ ઉપર જાય ત્યારે એટલે એક અહોરાત્રમાં બે યોજન અને અડતાલીસ એકસઠાંશ(૨) યોજના ક્ષેત્રનું વિકંપન કરે છે અર્થાતું, તેટલા ક્ષેત્રને પાર કરે છે. | ३ तत्थ णं को हेऊ ति वएज्जा ? ता अयं णं जंबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाणं सव्वब्भंतराए जाव परिक्खेवेणं पण्णत्ते, ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય ર યોજનાનું વિકંપન કરે છે અર્થાત્ પ્રત્યેક મંડળે ફેંક યોજન દૂર જાય છે, તેનું શું કારણ છે?
ઉત્તર– સર્વ દ્વીપ સમુદ્રની મધ્યમાં પરિધિથી યુક્ત જંબુદ્વીપ નામનો દ્વીપ છે, આ જંબુદ્વીપની ઉપરના, મેરુપર્વત તરફના સર્વાત્યંતર મંડળ ઉપર સૂર્ય પરિભ્રમણ કરતો હોય ત્યારે સૌથી મોટો લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.(સૂયોનું ૫૧૦ યોજનમાં ગમનાગમન થતું હોવાથી પ્રત્યેક મંડળે ૨૬ યોજનનું વિકંપન થાય છે.) |४ से णिक्खममाणे सूरिए णवं संवच्छरं अयमाणे पढमंसी अहोरत्तंसि