________________
પ્રાભૂત-૧ : પ્રતિપ્રામૃત-૫
પ્રથમ પ્રાભૂત : પાંચમું પ્રતિપ્રાભૂત
દ્વીપ-સમુદ્ર અવગાહના
૪૩
સૂર્યના અવગાહન ક્ષેત્ર વિષયક પાંચ પ્રતિપત્તિઓ
--
१ ता केवइयं ते दीवं वा समुदं वा ओगाहित्ता सूरिए चारं चरइ, आहिति वएज्जा ? तत्थ खलु इमाओ पंच पडिवत्तीओ पण्णत्ताओ । तं जहा
I
तत्थेगे एवमाहंसु-ता एगं जोयणसहस्सं एगं च तेत्तीसं जोयणसयं दीवं वा समुद्दं वा ओगाहित्ता सूरिए चारं चरइ, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु - ता एगं जोयणसहस्सं एगं च चउत्तीसं जोयणसयं दीवं वा समुद्दं वा ओगाहित्ता सूरिए चारं चरइ, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु - ता एगं जोयणसहस्सं एगं च पणतीसं जोयणसयं वा समुहं वा ओगाहित्ता सूरिए चारं चरइ, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु-ता अवङ्कं दीवं वा समुद्दं वा ओगाहित्ता सूरिए चारं વરફ, ને વાજંતુ,
एगे पुण एवमाहंसु-ता जो किंचि दीवं वा समुद्दं वा ओगाहित्ता सूरिए चारं चरइ, एगे एवमाहंसु ।
ભાવાર્થ :- પ્રશ્ન- સૂર્ય દ્વીપ-સમુદ્રના કેટલા ક્ષેત્રને અવગાહિત કરીને પરિભ્રમણ કરે છે ? અર્થાત્ દ્વીપ-સમુદ્રના કેટલા ભાગ ઉપર સૂર્ય પરિભ્રમણ કરે છે ? ઉત્તર- સૂર્યના દ્વીપ-સમુદ્રના અવગાહન ક્ષેત્ર વિષયક અન્યતીર્થિકોની પાંચ પ્રતિપત્તિઓ(માન્યતાઓ) કહી છે, તે આ પ્રમાણે છે—
(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે દ્વીપના અને સમુદ્રના ૧,૧૩૩ યોજન ક્ષેત્રને અવગાહિત કરીને સૂર્ય પરિભ્રમણ કરે છે.
(૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે દ્વીપના અને સમુદ્રના ૧,૧૩૪ યોજન ક્ષેત્રને અવાહિત કરીને સૂર્ય પરિભ્રમણ કરે છે.
(૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે દ્વીપના અને સમુદ્રના ૧,૧૩૫ યોજન ક્ષેત્રને અવગાહિત કરીને સૂર્ય પરિભ્રમણ કરે છે.
(૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે અર્ધા દ્વીપને અને અર્ધા સમુદ્રને અવગાહિત કરીને સૂર્ય પરિભ્રમણ કરે છે. (૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે દ્વીપને કે સમુદ્રને કિંચિત્માત્ર અવગાહિત કર્યા વિના જ સૂર્ય પરિભ્રમણ કરે છે.