________________
[ ૧૪ |
શ્રી ચંદ્રસૂર્ય પ્રશપ્તિ સૂત્ર
ચાલ્યો જાય છે, તેથી સૂર્ય મંડળ વાસ્તવિક મંડલાકાર નથી પરંતુ મંદતત્વ વૈષ મંદદાત્વા તુ તાત્વિI -જંબૂ વૃત્તિ. આ મંડલો વર્તુળ સદશ, મંડળ જેવા હોવાથી તેને મંડલ કહ્યા છે. મંડલ સંખ્યા- સૂર્યના કુલ મંડળ ૧૮૪ છે. જંબૂદ્વીપની ઉપર, મેરુ પર્વત તરફ સૂર્યનું સૌથી પ્રથમ મંડલ સર્વાવ્યંતર મંડલ કહેવાય છે અને લવણ સમુદ્રની ઉપર, સર્વાત્યંતર મંડલથી પ૧૦ યોજન(તીરછું) દૂર, લવણશિખા(દકમાલ) તરફનું સૌથી છેલ્લે ૧૮૪મું મંડલ સર્વ બાલ મંડલ કહેવાય છે.
જંબૂદ્વીપમાં બે સૂર્ય પરિભ્રમણ કરે છે. તેમાં પૂર્વીય સૂર્ય સર્વાત્યંતર(પ્રથમ) મંડળને પૂર્વમાં પૂર્ણ કરીને શાસ્ત્રોક્ત શ્રાવણ વદ-૧(ગુજરાતી અષાઢ વદ–૧)ના પૂર્વ દિશાથી બીજા મંડળ ઉપર પરિભ્રમણનો પ્રારંભ કરે છે અને તે જ સમયે બીજો પશ્ચિમી સૂર્ય સર્વાત્યંતર મંડળને પશ્ચિમ દિશામાં પૂર્ણ કરીને તે જ શ્રાવણ વદી–૧ના પશ્ચિમ દિશાથી બીજા મંડળ ઉપર પરિભ્રમણનો પ્રારંભ કરે છે, તે સૂર્ય સંવત્સરની પ્રથમ અહોરાત્રિ હોય છે અને દક્ષિણાયનનો પ્રારંભ થાય છે. ત્યાંથી સૂર્ય ૧૮ર મંડળ ઉપર પરિભ્રમણ કરતાં-કરતાં ૧૮૩મા એટલે બાહ્ય મંડળ ઉપર આવે છે, તે દક્ષિણાયનનો અંતિમ દિવસ હોય છે.
સૂર્ય સર્વબાહા મંડળથી અંદરના બીજા મંડળ ઉપર સંક્રમણ કરે ત્યારે ઉત્તરાયણનો પ્રારંભ થાય છે અને ૧૮ર મંડલ ઉપર પરિભ્રમણ કરતાં-કરતાં ૧૮૩મા અર્થાત્ સર્વાત્યંતર મંડલ ઉપર આવે છે, તે ઉત્તરાયણનો અંતિમ દિવસ હોય છે. આ રીતે ૩૬૬ અહોરાત્રમાં સૂર્ય સર્વાત્યંતર અને સર્વ બાહ્ય મંડલ પર એક-એકવાર અને શેષ ૧૮૨ મંડલ ઉપર બે વાર(દક્ષિણાયનમાં એક વાર અને ઉત્તરાયણમાં એક વાર), પરિભ્રમણ કરે છે. તેથી ૧૮૨+ ૧૮૨ = ૩૬૪+૨ = ૩૬ મંડલ પર સૂર્ય એક સંવત્સરમાં પરિભ્રમણ કરે છે. સૂર્ય બંને બાજુના અંતિમ મંડળ ઉપર પહોંચ્યા પછી, તે જ મંડળ ઉપર પાછો ફરતો નથી પણ પછીના બીજા મંડળ ઉપર આવી જાય છે તેથી બંને તરફના અંતિમ અર્થાત્ સર્વબાહ્ય અને સર્વાત્યંતર મંડળ ઉપર એકવાર પરિભ્રમણ કરે છે. સૂર્યની મંડળ ઉપરની ભ્રમણ સંખ્યા :
ન જાય.
* બાફ---
----૧ વાર ચાલે...
4. E
s
:
-
કે, કરું
જ નામ
'મન મe"
તમ -
* ૧ વાર ચાલે ----
---- એકવાર તે -- બધા ચાલે
-- મૂવી સૂર્ય