________________
| પ્રાભૃત-૧: પ્રતિપ્રાભૃત-૨
૨૩ |
દિશાવર્તી બીજા અર્ધમંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
જ્યારે સૂર્ય આત્યંતરાનંતર અર્થાતુ ઉત્તર દિશાવર્તી(બીજા) અર્ધમંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે જ મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્તનો અર્થાત્ ૧૭ મુહૂર્તનો દિવસ હોય છે અને અધિક ૧ર મુહૂર્તની (૧૨ મુહૂર્તની) રાત્રિ હોય છે. | ४ से णिक्खममाणे सूरिए दोच्चंसि अहोरत्तसि उत्तराए अंतराए भागाए तस्सादिपएसाए अभितरं तच्चं दाहिणं अद्धमंडलसंठिई उवसंकमित्ता चारं चरइ। ___ता जया णं सूरिए अभितरं तच्च दाहिणं अद्धमंडलसंठिई उवसंकमित्ता चारं चरइ, तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ चउहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया । ભાવાર્થ :- ઉત્તર દિશાવર્તી અર્ધમંડળમાંથી બહાર નીકળતો સૂર્ય ઉત્તર દિશાવર્તી બીજા મંડળના(૨Y૮ ૬ યોજનના) વિભાગ-ક્ષેત્રના અંતરને પાર કરીને ત્રીજા મંડળના આદિ પ્રદેશોને પ્રાપ્ત કરીને બીજી અહોરાત્રિમાં દક્ષિણ દિશાવર્ણી ત્રીજા અર્ધમંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
જ્યારે સૂર્ય દક્ષિણ દિશાવર્તી ત્રીજા આત્યંતર અર્ધમંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે મેં મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્ત અર્થાત્ ૧૭ મુહૂર્તનો દિવસ અને મુહૂર્ત અધિક ૧૨ મુહૂર્ત (૧૨ મુહૂર્ત)ની રાત્રિ હોય છે.
५ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरमंडलस्स तंसि तंसि देसंसि तं तं अद्धमंडलसंठिई संकममाणे-संकममाणे दाहिणाए अंतराए भागाए तस्सादिपएसाए सव्वबाहिरं उत्तरं अद्धमंडलसंठिई उवसंकमित्ता चारं चरइ ।
ता जया णं सूरिए सव्वबाहिरं उत्तरं अद्धमंडलसंठिई उवसंकमित्ता चारं चरइ तया णं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ ।
एस णं पढमे छम्मासे, एस णं पढमस्स छम्मासस्स पज्जवसाणे । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી પ્રત્યેક અહોરાત્રમાં રૉક યોજન ક્ષેત્રને પાર કરીને બહાર નીકળતાં, પછી-પછીના અર્ધમંડળોના તે-તે દેશ ભાગોના(દક્ષિણ-ઉત્તર દિશાવર્તી) તે-તે અર્ધમંડળો ઉપર પરિભ્રમણ કરતાં-કરતાં સૂર્ય ઉત્તર દિશાવર્તી સર્વબાહ્ય(૧૮૩મા) અર્ધમંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
સૂર્ય જ્યારે ઉત્તર દિશાવર્તી સર્વબાહ્ય અર્ધમંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે સૌથી મોટી, લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ અને ટૂંકામાં ટૂંકો ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે.
આ રીતે પ્રથમ છ માસ થાય છે ત્યારે ઉત્તર દિશાના સર્વબાહ્ય અર્ધમંડળ ઉપરનું સુર્યનું પરિભ્રમણ પૂર્ણ થતાં પ્રથમના છ માસ(દક્ષિણાયન)નો અંત થાય છે.