________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
तया णं णवणउइं जोयणसहस्साइं छच्च चत्ताले जोयणसए अण्णमण्णस्स अंतरं कट्टु चारं चरंति, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहण्णिया दुवालसमुहुत्ता राई भवइ ।
४०
एस णं दोच्चे छम्मासे, एस णं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे, एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे ।
ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી બહાર-બહારના મંડળમાંથી અંદર પ્રવેશતા અને પછી-પછીના મંડળ ઉપર સંક્રમણ(પરિભ્રમણ) કરતા બંને સૂર્ય પરસ્પર પ્રત્યેક મંડળે ૫ ૩ યોજનનું અંતર ઘટાડતાં-ઘટાડતાં સર્વાયંતર મંડળ ઉપર પહોંચે છે.
જ્યારે બંને સૂર્યો સર્વાયંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે પરસ્પર ૯૯, ૬૪૦ યોજનનું અંતર રાખીને પરિભ્રમણ કરે છે અને ત્યારે સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
આ રીતે બીજા છ માસ છે, સર્વાયંતર મંડળ ઉપર બંને સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ થતાં વર્ષના બીજા છ માસ(ઉત્તરાયણ)નો અંત થાય છે. આ આદિત્ય સંવત્સર છે. બે અયન પૂર્ણ થતાં આદિત્ય સંવત્સરનો
અંત થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સામસામી દિશામાં રહીને પરિભ્રમણ કરતાં જંબુદ્વીપના બે સૂર્યો વચ્ચેના અંતરનું
કથન છે.
બંને સૂર્યનું સર્વાત્મ્યતર અને સર્વ બાહ્ય મંડળે અંતર ઃ– સર્વાયંતર મંડળ જંબુદ્રીપની જગતીથી ૧૮૦ યોજન અંદર છે. પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ(સામસામી) દિશાના ૧૮૦ + ૧૮૦ યોજન = ૩૬૦ યોજન થાય છે. જંબુદ્રીપના ૧ લાખ યોજનના વ્યાસમાંથી તે બાદ કરતાં સર્વાશ્ચંતર મંડળે બંને સૂર્ય વચ્ચે ૧,૦૦,૦૦૦ – ૩૬૦ = ૯૯, ૬૪૦ યોજનનું અંતર પ્રાપ્ત થાય છે.
સર્વ બાહ્ય મંડળ લવણ સમુદ્રમાં ૩૩૦ યોજન દૂર છે. બંને બાજુના ૩૩૦ + ૩૩૦ = $$0 યોજનને જંબુદ્રીપના વ્યાસમાં ઉમેરતાં સર્વ બાહ્ય મંડળ ઉપર બંને સૂર્યો વચ્ચે (૧,૦૦૦,૦૦ જંબુદ્રીપ વ્યાસ + ૬૦ = ૧,૦૦,૬૬૦ યોજનનું અંતર પ્રાપ્ત થાય છે.
પ્રત્યેક મંડળે ૫ રૂપ યોજનની વૃદ્ધિ થાય છે. ૧૮૩ મંડળે આ વૃદ્ધિ થતાં ૧૮૩ × ૫૫ (૧૮૩ × ૫ = ૯૧૫ અને ૧૮૩ × ૫ માં ૧૮૩ × ૩૫ = ૪૦૫ + ૬૧ = ૧૦૫, ૯૧૫ + ૧૦૫) = ૧૦૨૦ યોજન પ્રાપ્ત થાય છે. તેને પ્રથમ મંડળના અંતરના યોજનમાં ઉમેરતાં ૯૯,૬૪૦ + ૧,૦૨૦ = ૧,૦૦,૬૬૦ યોજનનું અંતર સર્વ બાહ્યમંડળે પ્રાપ્ત થાય છે.
પ્રત્યેક મંડળે અંતરની હાનિ–વૃદ્ધિનો ધ્રુવાંક :– દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળે ૫ રૂપ યોજનનું અંતર વધતું જાય છે અને ઉત્તરાયણમાં ૫ રૂપ યોજનનું અંતર ઘટતું જાય છે. પ્રત્યેક મંડળે બંને સૂર્ય પોતાના સ્થાનથી ૨ યોજન દૂર સરકે છે અર્થાત્ એક મંડળથી બીજું મંડળ ૨ યોજન દૂર છે. બંને સૂર્ય બે-બે યોજન બહારની બાજુ દૂર ગયા તેથી ૨૪૨= ૪ યોજન અંતર વધ્યું અને સૂર્ય વિમાન યોજન પહોળા છે, તેથી