________________
પ્રાભૂત-૧: પ્રતિપ્રાભૃત-1
૨૧
|
સૂર્ય ૧૮૩ અહોરાત્રમાં ૧૮૩ મંડળ પસાર કરે ત્યારે મુહૂર્ત પ્રમાણ રાત્રિ-દિવસ વધે-ઘટે છે. જો ૧૮૩ અહોરાત્રમાં ૬ મુહુર્ત વધે કે ઘટે તો એક અહોરાત્રિમાં કેટલા મુહૂર્તની વધ-ઘટ થાય ? આ રીતે ત્રિરાશી મૂકતાં ૪૮ માં ત્રણથી છેદ આપતા રે મુહૂર્તની વધ-ઘટ એક અહોરાત્રિમાં થાય છે.
ત્યિ રહયા......... - રાત્રિ-દિવસની વૃદ્ધિનહાનિથી કે મુહૂર્તના ચય = વધવા, અપચય = ઘટવાથી ૧૫ મુહુર્તના રાત્રિ-દિવસ થતાં નથી. સૂર્ય પ્રત્યેક અહોરાત્રે જ મુહૂર્ત દિવસ-રાત્રિની વૃદ્ધિનહાનિ કરે છે, તે અનુસાર ગણના કરતાં મા મંડલ ઉપર દક્ષિણાયનમાં ૧૫ મુહૂર્તનો દિવસ અને ૧૪ મુહૂર્તની રાત્રિ હોય છે. ઉત્તરાયણમાં ૯મા મંડલ ઉપર ૧૪ મુહૂર્તનો દિવસ અને ૧૫ મુહૂર્તની રાત્રિ હોય છે. (જુઓ પરિશિષ્ટ–૯. સૂર્યના ૧૮૪ મંડળનું કોષ્ટક) આ રીતે બને અયનના એક પણ મંડળ ઉપર ૧૫ મુહૂર્તના દિવસ-રાત્રિ નથી, પરંતુ સર્વથા ૧૫ મુહૂર્તના રાત્રિ-દિવસ નથી, તેમ પણ નથી. અનુપાત ગતિ અર્થાત્ ત્રિરાશિ અનુસારની ગતિ (ગણના)થી તે પ્રાપ્ત થાય છે, યથા– ૧૮૩ મંડળમાં દમુહૂર્તની હાનિ-વૃદ્ધિ થાય, તો તેના(૧૮૩ મંડળના) અર્ધા અર્થાત્ ૯૧ાામા મંડળ ૩ મુહૂર્તની હાનિ-વૃદ્ધિ થતાં ૯૨મા મંડળ ઉપર સૂર્ય અધું ચાલે ત્યારે ૧૫ મુહૂર્તના રાત્રિ-દિવસ પ્રાપ્ત થાય છે. આ રીતે અનુપાત ગતિ સિવાય અન્યથા ૧૫ મુહૂર્તના રાત્રિ-દિવસ થતાં નથી.
હો ભવિષ્યો - ગાથાઓ કહેવી, આ તથા પાંચમા પ્રતિપ્રાભૃત વગેરેમાં સૂત્રના અંતમાં આ પ્રકારનો સૂત્ર પાઠ છે જોવા મળે પૂર્વે નિયુક્તિમાં અથવા ગ્રંથાંતરમાં આ સૂત્ર વિષયક ગાથાઓ હશે. પણ વૃત્તિકારના સમયે આ ગાથાઓ વિચ્છિન્ન થઈ ગઈ હશે. તાશ્વ અતિ પિ પુરતજે ન દત્ત પર વ્યછિનઃ સન્માવ્યને કહીને વૃત્તિકારે તેની વ્યાખ્યા કરી નથી. વર્તમાનમાં આ ગાથાઓ ઉપલબ્ધ ન હોવાથી તે સૂત્ર પાઠને કૌંસમાં ઈટાલિયન ટાઈપમાં મૂક્યો છે.
ને પ્રાભૃત-૧/૧ સંપૂર્ણ