________________
પ્રાભૂત-૧: પ્રતિપ્રાભૃત-1
|
|
| ૧૯ ]
હાનિ-વૃદ્ધિથી પણ ૧૫ મુહૂર્તના રાત્રિ-દિવસ થતાં નથી. મુહૂર્તની વધ-ઘટ અનુપાત ગતિ સિવાય અન્યત્ર ૧૫ મુહૂર્તના રાત્રિ-દિવસ થતાં નથી. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં દિવસ-રાત્રિના પ્રમાણમાં થતી હાનિ-વૃદ્ધિનું નિરૂપણ છે.
સૂર્ય સર્વાત્યંતર મંડળથી સર્વ બાહ્ય મંડળ તરફ પ્રયાણ કરે ત્યારે સૂર્ય મેરુ પર્વતથી દૂર જાય છે, તેથી દક્ષિણાયનના છ માસમાં દિવસ ટૂંકો અને રાત લાંબી થતી જાય છે. તે જ રીતે સૂર્ય સર્વ બાહ્ય મંડળથી સભ્યતર મંડળ તરફ પ્રયાણ કરે, ત્યારે તે મેરુ પર્વતની નજીક આવતો જાય છે, તેથી ઉત્તરાયણના તે છે માસમાં રાત્રિ ટૂંકી અને દિવસ લાંબો થતો જાય છે.
વં સંવછર અથના - નવા સંવત્સર(વર્ષ) અને દક્ષિણાયનના પ્રથમ અહોરાત્રમાં સૂર્ય સર્વાત્યંતર પછીના અર્થાત્ બીજા મંડળ ઉપર ભ્રમણ કરે છે. દક્ષિણાયન :- નવા વરસના પ્રથમના છ માસ કે જેમાં બંને સૂર્ય અંદરના મંડળ ઉપરથી બહારના મંડળ તરફ પ્રયાણ કરે છે. સૂર્ય બહાર નીકળે ત્યારે ૧૮૪મા મંડળ પર્વતના(પ્રથમ મંડળને વર્જિને) ૧૮૩ મંડળ ઉપર ગતિ કરવાના ૧૮૩ અહોરાત્ર દક્ષિણાયનના કહેવાય છે. સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય તે દિવસ કર્કસંક્રાંતિ કહેવાય છે. કર્કસંક્રાંતિના બીજા દિવસથી દક્ષિણાયનનો પ્રારંભ થાય છે.
શાસ્ત્રીય શ્રાવણ વદ-૧, ગુજરાતી અષાઢ વદ-૧થી સૂર્ય સંવત્સરનો પ્રારંભ થાય છે. શ્રાવણ વદ-૧ના પૂર્વીય અથવા ભારતીય સૂર્યનિષધ પર્વત સમીપેથી બીજા મંડળ પર ભ્રમણ શરૂ કરી ભરતક્ષેત્રમાં નવા વર્ષનો પ્રારંભ કરે છે અને પશ્ચિમી અથવા ઐરવતીય સુર્ય નીલવાન પર્વત સમીપે બીજા મંડળ ઉપર ભ્રમણ શરૂ કરીને ઐરવત ક્ષેત્રમાં નવા વરસનો પ્રારંભ કરે છે.
આત્યંતર મંડળથી બાહ્ય મંડળ તરફ ગતિ કરતાં(દક્ષિણાયનના) સૂર્યો બાહ્ય મંડળથી સર્વાત્યંતર મંડળ તરફ ગતિ કરતાં (ઉત્તરાયણના) સૂર્યો
વિસનો સૂપ લોન્ચ – ઉત્તરાયણના પ્રથમ અહોરાત્રમાં સૂર્ય સર્વ બાહ્ય પછીના બીજા અર્થાત્ ૧૮૩મા મંડળ ઉપર ભ્રમણ કરે છે. ઉત્તરાયણઃ- સૂર્ય વરસના દ્વિતીય છ માસ કે જેમાં બંને સૂર્ય બહારના બીજા મંડળ ઉપરથી સર્વાત્યંતરપ્રથમ મંડળ તરફ પ્રયાણ કરે છે. સૂર્ય અંદર પ્રવેશ કરે ત્યારે ૧૮૩માં મંડળથી પ્રથમ મંડળ પર્વતના ૧૮૩ મંડળ ના ૧૮૩ અહોરાત્ર ઉત્તરાયણના કહેવાય છે. સૂર્ય સર્વબાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય તે દિવસ મકરસંક્રાંતિ કહેવાય છે. મકરસંક્રાંતિના બીજા દિવસથી ઉત્તરાયણનો પ્રારંભ થાય છે.