________________
પ્રાભૂત-૧ : પ્રતિપ્રામૃત-૧
ભાવાર્થ :- પ્રશ્ન- સૂર્ય સર્વાશ્ચંતર મંડળથી સંક્રમણ(ગતિ) કરીને સર્વ બાહ્ય મંડળ ઉપર આવે અને સર્વ બાહ્ય મંડળથી સંક્રમણ(ગતિ) કરીને પાછો સર્વાયંતર મંડળ ઉપર આવે તેટલા સમયમાં કેટલા અહોરાત્ર પસાર થાય છે ? ઉત્તર- તેટલા સમયમાં ત્રણસો છાસઠ (૩૬૬) અહોરાત્ર પસાર થાય છે અર્થાત્ સર્વ આવ્યંતર મંડળથી સર્વ બાહ્ય મંડળ ઉપર આવતાં અને સર્વ બાહ્ય મંડળથી સર્વ આત્યંતર મંડળ ઉપર આવતાં સૂર્યને ૩૬૬ રાત્રિ-દિવસ થાય છે.
९ ता एयाए णं अद्धाए सूरिए कइ मंडलाई चरइ ? कइ मंडलाई दुक्खुत्तो चरइ ? कइ मंडलाइ एगक्खुत्तो चरइ ? ता चुलसीयं मंडलसयं चरइ । बयासीयं मंडलसयं दुक्खुत्तो चरइ, तं जहा- णिक्खममाणे चेव पविसमाणे चेव, दुवे य खलु मंडलाई सई चरइ, तं जहा - सव्वब्भंतरं चेव मंडलं सव्वबाहिरं चेव मंडलं । ભાવાર્થ :- પ્રશ્ન− તેટલા કાળમાં(સર્વાત્યંતર મંડળથી સર્વ બાહ્ય મંડળ ઉપર અને સર્વ બાહ્ય મંડળ થી સર્વાત્યંતર મંડળ ઉપર આવતાં) સૂર્ય કેટલા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે ? કેટલા મંડળ ઉપર બે વાર પરિભ્રમણ કરે છે ? કેટલા મંડળ પર એકવાર પરિભ્રમણ કરે છે ?
૧૩
ઉત્તર– તેટલા કાલમાં સૂર્ય ૧૮૪ મંડળો ઉપર પરિભ્રમણ કરે છે, તેમાંથી ૧૮૨ મંડળમાં સૂર્ય બે-બે વાર ફરે છે. બહાર નીકળતા અને પુનઃ પ્રવેશ કરતાં, એમ બે વાર ફરે છે અને સર્વ આવ્યંતર મંડળ તથા સર્વ બાહ્યમંડળ, આ બે મંડળો ઉપર સૂર્ય એક વાર પરિભ્રમણ કરે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સૂર્યની મંડલ સંખ્યા, મંડલ ઉપર થતાં ગમનાગમનનો સમય અને ગમનાગમનની સંખ્યાની વિચારણા છે.
સૂર્ય મંડલ– સૂર્યનો પરિભ્રમણ માર્ગ. અઢી દ્વીપમાં સૂર્યાદિ જ્યોતિષી વિમાનો સુદર્શન મેરુ પર્વતની ફરતે ગોળાકારમાં ફર્યા કરે છે. તેઓની પ્રદક્ષિણાના માર્ગને મંડલ કહેવામાં આવે છે. જો કે સૂર્ય-ચંદ્રના આ મંડલ સંપૂર્ણ વર્તુલાકારે નથી. તેઓ પરિભ્રમણ કરતાં-કરતાં પોતાના સ્થાનથી થોડા-થોડા દૂર જતાં જાય છે. આ મંડલ–માર્ગનો આકાર જલેબીના ગૂંચળાની જેવો છે.
सूर्ययोदक्षिणोत्तरायणे कुर्वतोर्निजबिम्बप्रमाण चक्रवाल विष्कम्भानि प्रतिदिन भ्रमिक्षेत्र લક્ષખાનિ મંડલાનિ ! –જંબૂ વૃત્તિ. દક્ષિણાયન– દૂર જતાં અને ઉત્તરાયણ–નજીક આવતાં સૂર્યના, પોતાના વિમાનની પહોળાઈ જેટલા પહોળા, રોજના ભ્રમણ માર્ગને મંડળ કહે છે. સૂર્યનો મેરુની પ્રદક્ષિણાનો વર્તુળાકાર નિયત માર્ગ સૂર્ય મંડળ કહેવાય છે.
સૂર્યનું વર્તુળ સદશ મંડલ
આ સૂર્ય મંડળો વાસ્તવિક રૂપે સંપૂર્ણ વર્તુળાકાર નથી. મંડલ્લે પ્રથમાળે ચક્ व्याप्तं क्षेत्र तत्सम श्रेण्येव यदि परः क्षेत्रव्याप्नुयात् तदा तात्त्विकी મંડલતા ન સ્થાત્—જંબૂ॰ વૃત્તિ.
જે ક્ષેત્રથી સમશ્રેણીએ વર્તુળાકારે ગતિ શરૂ કરે અને પુનઃ તે જ ક્ષેત્ર પર આવી પહોંચે તો તે વાસ્તવિક મંડળ કહેવાય. સમશ્રેણી ઉપર વર્તુળાકારે ભ્રમણ કરી પુનઃ અન્ય ક્ષેત્રને પ્રાપ્ત કરે તો તે વાસ્તવિક મંડળ ન કહેવાય. સૂર્ય પ્રત્યેક અર્ધપ્રદક્ષિણાએ બે યોજન અને એક પ્રદક્ષિણા પૂર્ણ થાય ત્યારે ૪ યોજન દૂર