________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર
(૫) કેટલા દ્વીપ-સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે ? (૬) પ્રત્યેક મંડળે સૂર્ય કેટલા ક્ષેત્રને પાર કરે છે ? (૭) સૂર્ય મંડળોનું સંસ્થાન કેવું છે? (૮) સૂર્ય મંડળોનો વિષ્ફભ એટલે વિસ્તાર કેટલો છે ? IIII (આ રીતે અહીં પ્રથમ પ્રાભૂતની અંતર્ગત આઠ પ્રતિપ્રાભૂતોના વિષયોનું કથન છે. આ આઠ પ્રતિ પ્રામૃતમાંથી પ્રથમ ત્રણ પ્રાભૂતમાં પ્રતિપત્તિઓ નથી.)
८
પ્રથમ પ્રાભૂતના ચતુર્થ પ્રતિપ્રાકૃતમાં છ પ્રતિપત્તિઓ છે. પાંચમા પ્રતિપ્રાભૂતમાં પાંચ પ્રતિપત્તિઓ, છઠ્ઠા પ્રતિપ્રાભૂતમાં સાત પ્રતિપત્તિઓ, સાતમા પ્રતિપ્રાભૂતમાં આઠ પ્રતિપત્તિઓ અને આઠમા પ્રતિપ્રામૃતમાં ત્રણ પ્રતિપત્તિઓ છે. III આ પ્રમાણે પ્રથમ પ્રાભૃતના ચોથાથી આઠમા, આ પાંચ પ્રતિપ્રાભૂતોમાં કુલ મળીને ૨૯ પ્રતિપત્તિઓ છે.
દ્વિતીય પ્રાભૂતના પ્રતિપ્રામૃત અને પ્રતિપત્તિઓઃ
५
पडिवत्तीओ उदए, तह अत्थमणेसु य । भेयघाए कण्णकला, मुहुत्ताण गई इ य ॥९॥ णिक्खममाणे सिग्घगई, पविसंते मंदगई इ य । चुलसीइ सयं पुरिसाणं, तेसिं च पडिवत्तीओ ॥१०॥ उदयंमि अट्ठ भणिया, भेयघाए दुवे य पडिवत्ती । चत्तारि मुहुत्तईए, हुंति तइयंमि पडिवत्ती ॥११॥
ભાવાર્થ :– બીજા પ્રાભૂતના પ્રથમ પ્રતિપ્રાભૂતમાં સૂર્યના ઉદયકાળ અને અસ્તકાળ સંબંધી વર્ણન છે બીજા પ્રતિપ્રામૃતમાં ભેદઘાત અને કર્ણકલાનું કથન છે. ત્રીજા પ્રતિપ્રામૃતમાં એક મુહૂર્તમાં સૂર્યની ગતિનું વર્ણન છે. III
સર્વાયંતર મંડળથી બહાર ગમન કરતા સૂર્યની ગતિ શીઘ્ર હોય છે અને આત્યંતર મંડળોમાં પ્રવેશ કરતા સૂર્યની ગતિ મંદ હોય છે. ૧૮૪ મંડળગત સૂર્ય મનુષ્ય દ્વારા ચક્ષુગ્રાહ્ય બને છે, તેનું વર્ણન ત્રીજા પ્રતિપ્રાભૂતમાં છે અને તેમાં પરમત સંબંધી પ્રતિપત્તિઓ છે. II૧૦II
બીજા પ્રાભૃતના પ્રથમ પ્રતિપ્રામૃતમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સંબંધી આઠ પ્રતિપત્તિઓ છે. બીજા પ્રતિપ્રાભૂતમાં ભેદઘાત સંબંધિત બે પ્રતિપત્તિઓ છે. ત્રીજા પ્રતિપ્રાભૂતમાં સૂર્યની મુહૂર્ત ગતિ સંબંધિત ચાર પ્રતિપત્તિઓ છે. ।।૧૧।
આ રીતે બીજા પ્રાભૂતના ત્રણ પ્રતિપ્રામૃતમાં કુલમળીને ૧૪ પ્રતિપત્તિઓ છે.(ત્રીજાથી નવમા પ્રાભૂતમાં પ્રતિપ્રામૃત નથી.)
દસમા પ્રાભૂતના પ્રતિપ્રાભૂતો:
६
आवलिय मुहुत्तग्गे, एवं भागा य जोगसा । જુતારૂં પુળમાસી ય, સખિવાણ્ ય સંવિ ॥૨॥
तारगग्गं च या य, चंदमग्गत्ति यावरे । देवताण य अज्झयणे, मुहुत्ताण णामयाइ य ॥१३॥