________________
પ્રાભૂત-૧: પ્રતિપ્રાભૃત-૧
.
दिवसा राइवुत्ता य, तिहि गोत्ता भोयणाणि य । आइच्च-चार मासा य, पंच संवच्छराइ य ॥१४॥ जोइसस्स दाराई, णक्खत्त विजए वि य ।
दसमे पाहुडे एए, बावीसं पाहुडपाहुडा ॥१५॥ ભાવાર્થઃ- દસમા પ્રાભૃતના પ્રથમ પ્રતિપ્રાભૃતમાં નક્ષત્રોના ક્રમનું, બીજામાં નક્ષત્રના મુહૂર્ત પરિમાણનું, ત્રીજામાં નક્ષત્રોના પૂર્વ અને પશ્ચિમ આદિ દિશાના ભાગોનું, ચોથામાં નક્ષત્રોના યોગના પ્રારંભ આદિનું, પાંચમામાં નક્ષત્રોના કુલ આદિનું, છઠ્ઠામાં પૂર્ણિમા સંબંધિત નક્ષત્ર આદિના યોગનું, સાતમામાં પૂર્ણિમા અને અમાવાસ્યામાં નક્ષત્રોના સન્નિપાત-સમાનયોગોનું અને આઠમા પ્રતિપ્રાભૃતમાં નક્ષત્રોની સંસ્થિતિનું કથન છે. ll૧રી
નવમા પ્રતિપ્રાભૃતમાં નક્ષત્રોના તારાઓની સંખ્યાનું, દસમામાં નક્ષત્રોના નેતાઓ અર્થાત્ અહોરાત્ર પૂર્ણ કરવાવાળા નક્ષત્રોનું, અગિયારમામાં ચન્દ્રમંડલના નક્ષત્રોનું, બારમામાં નક્ષત્રોના અધિપતિ દેવતાઓનું, તેરમાં પ્રતિપ્રાભૃતમાં ૩૦ મુહૂર્તાના નામનું કથન છે.
ચૌદમા પ્રતિપ્રાભૂતમાં દિવસ અને રાત્રિના નામોનું, પંદરમામાં તિથિઓના નામોનું, સોળમામાં નક્ષત્રોના ગોત્રોનું, સત્તરમામાં નક્ષત્ર ભોજનનું, અઢારમામાં સૂર્ય અને ચંદ્રની ગતિનું, ઓગણીસમામાં મહિનાઓના નામોનું અને વીસમાં પ્રતિપ્રાભૃતમાં પાંચ સંવત્સરોનું કથન છે. ll૧૪ll
એકવીસમા પ્રતિપ્રાભૂતમાં નક્ષત્રોના દ્વારોનું અને બાવીસમા પ્રતિપ્રાભૂતમાં ચન્દ્ર-સૂર્યની સાથે નક્ષત્રોના યોગો વિજય-સ્વરૂપનું કથન છે. આ રીતે દસમા પ્રાભૂતમાં બાવીસ પ્રતિપ્રાભૃત છે. ll૧પો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રગત ગાથાઓ દ્વારા સૂત્રકારે વિષયાનુક્રમનું કથન કર્યું છે. આ બંને આગમમાં ૨૦ પ્રાભૃત, ૩૩ પ્રતિપ્રાભૃત અને ૩૫૭ પ્રતિપત્તિઓ છે. પદુઃ- પ્રાભૃત. પ્રાભૃતનો લોક પ્રસિદ્ધ અર્થ છે– ભેટ. પ્રાભૃતનો વ્યુત્પત્તિજન્ય અર્થ છેપ્રજાસત્તાક્fપ્રયતે-તે વિરમણવ્ય પુરુષ સ્થાને પ્રાકૃતિ વ્યુત્વઃ જેના દ્વારા અભીષ્ટ-ઈષ્ટ વ્યક્તિના ચિત્તનું વિશેષ રૂપે પોષણ કરાય, તે પ્રાભૃત છે. દેશકાલોચિત દુર્લભ, સુંદર, રમણીય વસ્તુ આપીને અન્યના ચિત્તને પ્રફુલ્લિત કરાય છે, તેને લોક ભાષામાં ભેટ કહેવામાં આવે છે. દેવ, ગુરુ, મિત્રાદિને દેવામાં આવતી વસ્તુ પ્રાભૃત કહેવાય છે. વિનયાદિ ગુણોથી શોભતા શિષ્યોને તીર્થકર પરમાત્મા તથા ગણધર ભગવંતે આ જ્ઞાન રૂપી ભેટ આપી છે, તેથી ભેટ તુલ્ય આ પ્રકરણોને પ્રાકૃત કહેવામાં આવે છે. જૈનેન્દ્ર સિદ્ધાંત કોષમાં પ્રાભૂત(પાહુડ)ની ત્રણ વ્યાખ્યા આપી છે. યથા– (૧) જેના પદ છૂટ–વ્યક્ત(સ્પષ્ટ) હોય તે પ્રાકૃત (૨) જે પ્ર = પ્રકૃષ્ટ-શ્રેષ્ઠ ઉત્તમ પુરુષ દ્વારા આભૂત = પ્રસ્થાપિત હોય તે પ્રાભૃત (૩) જે પ્ર = પ્રકૃષ્ટ જ્ઞાની દ્વારા આભૂત-ધારણ કરાયેલા હોય તેને પ્રાભૃત કહે છે. પ્રસ્તુતના અધ્યયન વિભાગો સ્પષ્ટ છે, ઉત્તમ સ્થવિર ભગવાન દ્વારા પ્રસ્થાપિત છે અને પ્રકૃષ્ટ જ્ઞાની દ્વારા ધારણ કરાયેલા છે, તેથી તે પ્રાકૃત કહેવાય છે. ટૂંકમાં કહીએ તો આ આગમના ભિન્ન-ભિન્ન અધિકારને પ્રાકૃત કહ્યા છે. પ્રાભૃતના અંતર્ગત અધિકારને પ્રાભૃત-પ્રાભૃત અથવા પ્રતિપ્રાભૃત કહ્યા છે અને પ્રાભૃત કે પ્રતિપ્રાભૃતમાં અન્ય મતાવલંબીઓની માન્યતાઓની રજૂઆતને પ્રતિપત્તિ કહેલ છે.