________________
આ આગમમાં પ્રત્યેક વિષય સંબંધિત, અન્ય મતાવલંબીઓની માન્યતા પ્રથમ દર્શાવીને ત્યારપછી સ્વમત માન્યતા પ્રગટ કરવામાં આવી છે. પ્રસ્તુત આગમમાં રૂમો પડવો – વાક્ય અચમત સૂચક છે અને વયં પુન પર્વ વામો વાક્ય સ્વમત નિર્દેશક છે. વર્તમાન વિજ્ઞાન અને જૈન ખગોળ :– વર્તમાન વૈજ્ઞાનિકોનું કથન છે કે ચંદ્ર પૃથ્વીને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. પૃથ્વી ચંદ્રને સાથે લઈ સૂર્યને કેન્દ્રમાં રાખી પરિભ્રમણ કરે છે, અન્ય ગ્રહો પણ સૂર્યને કેન્દ્રમાં રાખી પરિભ્રમણ કરે છે. આવા પોત-પોતાના ગ્રહો સહિતના અનેક સૌર્ય મંડળો બ્રહ્માંડમાં છે.
જૈન ખગોળ અનુસાર મનુષ્યને દેખાતા ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ જ્યોતિષ્ક દેવોના વિમાનો છે. આપણી પૃથ્વીથી ૭૯૦ યોજન ઉપર ઊંચે તારા મંડળો છે. ૮00 યોજન ઉપર સૂર્ય મંડળ છે ત્યાંથી ૮૦ યોજન ઉપર અર્થાત્ આપણી પૃથ્વીથી ૮૮૦ યોજન ઊંચે ચંદ્ર મંડળ છે. નક્ષત્રોના અને ગ્રહોના મંડળો ૭૯૦થી ૯૦૦ યોજનની ઊંચાઈમાં છે. આ બધા જ જ્યોતિષ્ક વિમાનો મેરુપર્વતને કેન્દ્રમાં રાખી પ્રદક્ષિણાકારે પરિભ્રમણ કરે છે. આવા ૧૩ર સૂર્ય, ૧૩ર ચંદ્રો છે, તે બધા જ મેરુને કેન્દ્રમાં રાખી પરિભ્રમણ કરે છે. અઢીદ્વીપની બહારના અસંખ્ય સૂર્ય, અસંખ્ય ચંદ્ર વગેરે જ્યોતિષ્ક વિમાનો સ્થિર છે.
વિજ્ઞાને સૂર્યમંડળને આકાશી ગ્રહો જ માન્યા છે જ્યારે જૈન ખગોળકારે તે ગ્રહોના અસંખ્ય વિમાનો અને દેવોની મહાતિમહા સૃષ્ટિ વર્ણવી છે. તે અંગે વૈજ્ઞાનિકો જાણકારી મેળવી શકયા નથી.
વિજ્ઞાન એ વિકસતું જ્ઞાન છે. વૈજ્ઞાનિકોના વિધાનોમાં કાલક્રમે પરિવર્તન થવાની શક્યતા છે કારણ કે વિજ્ઞાનના નિર્ણયો પરોક્ષ આંખે લેવાયેલા છે જ્યારે તીર્થકરોએ જૈનાગમોમાં જે કહ્યું છે તે પૂર્ણ જ્ઞાન ચક્ષુથી ત્રણે ય કાળની વાત જાણી, યથાર્થ કથન કર્યું છે.
જૈન તત્ત્વજ્ઞાનના આદ્ય પ્રકાશક વીતરાગ. સર્વજ્ઞ, તીર્થકરો હોય છે. તેઓશ્રીના ઉપદેશને ઝીલી ગણધર ભગવંતો શાસ્ત્રની રચના કરે છે. તે વાણી નિર્વિવાદપણે સર્વથા સત્ય હોય છે. વ્યાખ્યા સાહિત્ય - વ્યાખ્યા સાહિત્ય છ વિભાગમાં વિભક્ત છે. (૧) નિર્યુક્તિ
54