________________
પ્રાભૂત−૧ : પરિચય
૧
પ્રથમ પ્રાભૂત
પરિચય OOOOOOOR
પ્રસ્તુત પ્રથમ પ્રાભૂતમાં સૂર્ય મંડળોની સંખ્યા, મંડળોની લંબાઈ, પહોળાઈ, મંડળો વચ્ચેનું અંતર વગેરે સૂર્ય મંડળો સંબંધી વિગતોની વિવિધ આયામોથી વિચારણા કરવામાં આવી છે.
પ્રસ્તુત આગમમાં અધ્યયનના સ્થાને પ્રાભૃત અને ઉદ્દેશકના સ્થાને પ્રાભૃત-પ્રાભૂત(પ્રતિપ્રામૃત) શબ્દનો પ્રયોગ જોવા મળે છે. પ્રથમ પ્રાભૂતમાં આઠ પ્રતિપ્રામૃત છે.
પ્રસ્તુત પ્રાભૂતના પ્રથમ સૂત્રની ચાર ગાથાઓ શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રના મંગલાચરણ રૂપ છે. શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિનો પ્રારંભ આ ગાથાઓથી થાય છે અને બીજા સૂત્રનો સૂત્રપાઠ સૂર્યપ્રજ્ઞપ્તિના ઉપોદ્ઘાત રૂપ છે. ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્ર અને સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રના પાઠો પ્રાયઃ સમાન છે. માત્ર ચંદ્રપ્રજ્ઞપ્તિમાં મંગલાચરણની ચાર ગાથાઓ વધુ છે. તત્પશ્ચાત્ છ સૂત્રો પર્યંત ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિના પ્રાભૂતના વિષયો, પ્રતિપ્રામૃતની સંખ્યા તથા તેના વિષયોનું કથન છે. પ્રાભૂતના વિષયોનું કથન કરતી ગાથામાં પ્રથમ પ્રાભૂતનો વિષય જ્ઞ મંડારૂ (કેટલા મંડળ) દર્શાવેલ છે. તદ્નુસાર પ્રથમ પ્રાકૃતમાં મંડળ વિષયક વિવિધ પ્રકારે વર્ણન છે. સાતમા સૂત્રથી પ્રથમ પ્રતિપ્રાભૂતના વિષય-વર્ણનનો પ્રારંભ થાય છે.
પ્રથમ પ્રતિપ્રાભૂતમાં નક્ષત્ર માસના મુહૂર્તની સંખ્યાનું કથન છે કે એક નક્ષત્રમાસ ૮૧૯ ૐ મુહૂર્ત પ્રમાણ છે.
એક વરસમાં સૂર્ય ૩૬૬ અહોરાત્ર (રાત્રિ-દિવસ)માં ૩૬૬ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. જંબુદ્રીપમાં ચંદ્ર-સૂર્ય વગેરે મેરુપર્વતને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. તેમની પ્રદક્ષિણાના વર્તુળાકાર માર્ગને મંડળ કહેવામાં આવે છે. તેમના આ મંડળ સંપૂર્ણપણે વર્તુળાકાર નથી. ચંદ્ર-સૂર્ય એક જ સ્થાન ઉપર વર્તુળાકારે પરિભ્રમણ કરતાં નથી, તેઓ પ્રથમ મંડળથી ક્રમશઃ ૫૧૦ યોજન જાય છે અને પુનઃ અંદર
આવે છે.
સૂર્યનું પ્રથમ મંડળ આપણી આ સમપૃથ્વીથી ૮૦૦ યોજન ઊંચે(ઉપર) મેરુપર્વતથી ૪૪,૮૨૦ યોજન દૂર છે એટલે જંબુદ્રીપની જગતીથી ૧૮૦ યોજન અંદરના સ્થાનની ઉપર છે અને અંતિમ મંડળ જંબુદ્રીપ જગતીથી ૩૩૦ યોજન દૂર લવણ સમુદ્રની ઉપર છે. આ ૧૮૦ + ૩૩૦ = ૫૧૦ યોજનમાં સૂર્યના ૧૮૪ મંડળ (પરિભ્રમણના માર્ગ) છે. સૂર્યના મેરુપર્વત તરફના પ્રથમ મંડળને સર્વાત્મ્યતર મંડળ અને અંતિમ ૧૮૪મા મંડળને સર્વબાહ્ય મંડળ કહે છે.
જંબુદ્રીપમાં બે સૂર્ય સામસામી દિશામાં રહીને પરિભ્રમણ કરે છે. આ બંને સૂર્ય એક અહોરાત્ર (૩૦ મુહૂર્ત–૨૪ કલાક)માં એક-એક અર્ધ મંડળને અને બંને મળીને એક મંડળને પાર કરે છે. એક વરસના ૩૬૬ અહોરાત્રમાં સૂર્ય ૩૬૬ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. નૂતન વર્ષના(શાસ્ત્રોક્ત શ્રાવણ વદ–૧ ગુજરાતી અષાઢ વદ–૧)ના પ્રથમ દિવસે સૂર્ય સર્વાયંતર મંડળ પછીના બીજા મંડળ ઉપર પરિભ્રમણનો પ્રારંભ કરે છે. આ બીજા મંડળથી પ્રારંભીને ૧૮૩ અહોરાત્ર (છ માસ)માં ૧૮૩ મંડળને પાર કરીને સૂર્ય સર્વ બાહ્ય મંડળ ઉપર પહોંચે છે, તેને દક્ષિણાયન કહે છે.
સર્વબાહ્ય મંડળ પછીના બીજાબાહ્ય (૧૮૩મા) મંડળથી પ્રારંભ કરી ૧૮૩ અહોરાત્ર(છ માસ)માં