________________
લોકપ્રકાશ, બૃહ્દ સંગ્રહણી અને ગણિતાનુયોગ જેવા ગ્રંથો અતીવ ઉપયોગ થયા છે. આ ગ્રંથોએ અમારા જ્ઞાનની સીમાને વિસ્તૃત અને સ્પષ્ટ કરી છે, આ તકે અમે તેઓ સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ.
‘સારા કાર્યમાં સો વિઘ્ન’ એ ન્યાયે પ્રસ્તુત આગમનું સંપાદન કાર્ય ઘણા વિઘ્નો વચ્ચે ચાલી રહ્યું હતું. તે સમયે પૂ. પ્રાણગુરુદેવ તથા પૂ. તપસ્વી ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ની અદશ્ય કૃપા સમયે-સમયે અનુભવાતી રહી. જટિલ વિષય સમજાતો ન હોય, ગણિતનો તાલમેલ મળતો ન હોય ત્યારે મથામણના અંતે મનોમન ગુરુવર્યોનું સ્મરણ થાય અને તે વિષયની સ્પષ્ટતાનો ઝબકારો મળી જાય. લખવામાં ક્ષતિ રહી ગઈ હોય અને અચાનક તે જ પેજ ખુલ્લે અને ક્ષતિ ઉપર જ નજર પડે.. આવી મહિતમહા ગુરુકૃપાના બળે જ આ સંપાદન કાર્ય શક્ય થયું છે.
અવિરતપણે આગમ સંપાદનમાં કાર્યશીલા, પ્રધાન સંપાદિકા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. ની સતત પ્રેરણા કૃપા જ અમારા કાર્યની ગંગોત્રી છે, અમારા પ્રમોદિત ભાવને જાળવી રાખતી ગુરુણીમૈયા પૂ. વીરમતી બાઈ મ.ની હૂંફ તથા કાળજી અમારા કાર્યનો વેગ છે. ગુરુકુલવાસી પૂ. બિન્દુબાઈ મ. આદિ સર્વ ગુરુભગિનીઓની સદ્ભાવના તથા શ્રુત ભક્તિવંત ચંદ્રકાંતભાઈની શ્રુતનિષ્ઠા અમારા કાર્યનો ઉત્સાહ છે. જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રના સંપાદનની પૂર્ણતાની પાવન પળે સહુના સહિયારા પુરુષાર્થને અમો અંતરથી આવકારીએ છીએ.
સંપાદન કાર્યમાં છદ્મસ્થયોગે જિનવાણીથી ઓછી, અધિક કે વિપરીત પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્...
અંતે અમારા મૂળભૂત ઉપકારી, સંસ્કાર દાતા પૂ. માતા-પિતાના તથા ગુરુ ગુરુણીના ઉપકારને સ્મૃતિપટ ઉપર લાવીને વિરામ પામીએ છીએ.
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, કર્યું તમે સંસ્કારોનું સિંચન,
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
દેવગુરુધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
50