________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા ગાયત્વભાવ રવે-વૈરાર્થમ્ લોક અને શરીરના સ્વરૂપનું જ્ઞાન સંવેગ અને વૈરાગ્યને દઢ બનાવે છે. લોક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી, વારંવાર તેનું ચિંતન કરી, આત્માને તેનાથી ભાવિત(વાસિત) કરવો, તે લોક સ્વરૂપ નામની ભાવના છે અને તેના દ્વારા સંવર થાય છે.
પ્રસ્તુત આગમનો અભ્યાસ લોક સ્વરૂપ ભાવનાને પુષ્ટ કરે છે. ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક, લોકના આ ત્રણ વિભાગમાંથી મધ્યલોકના ઉપરી ભાગમાં સ્થિત જ્યોતિષ્ક દેવો અને તેમના વિમાનોનું સંપૂર્ણ વર્ણન આ આગમમાં છે. મધ્યલોકમાં અસંખ્યાત ચંદ્ર અને અસંખ્યાત સૂર્ય તથા એક-એક ચંદ્ર-સૂર્યના પરિવાર રૂપ ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્ર અને ૬૯૭૫ ક્રોડાક્રોડી તારાઓ છે. અઢીદ્વીપમાં મેરુ પર્વતને કેન્દ્રમાં રાખી પરિભ્રમણ કરતાં સૂર્ય-ચંદ્રાદિના કારણે નિષ્પન્ન દિવસ-રાત્રિ, માસ, વર્ષ આદિના અહોરાત્ર, મુહૂર્તાદિનું તથા જ્યોતિવિમાનોની ગતિની ભિન્નતાના કારણે સર્જાતા વિવિધ પ્રકારના યોગોનું સૂક્ષ્મ ગણિત પ્રસ્તુત આગમમાં વિવક્ષિત છે.
આ આગમનો વિષય વિજ્ઞાનની અતિનિકટ છે તથા તેમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ ગણિત છે, તેથી તેનો વિષય ક્લિષ્ટ બની જાય છે અને તે જ કારણે આ આગમ ઉપર ભાષ્ય, ચૂર્ણિ વગેરે વિવરણ સાહિત્યની રચના થઈ નથી. વર્તમાનમાં એક માત્ર આચાર્યશ્રી મલયગિરિજી કૃત વૃત્તિ જ ઉપલબ્ધ છે અને તેથી જ આ આગમનો અભ્યાસ અત્યલ્પ રહ્યો છે.
અર્થ-પરમાર્થના જ્ઞાનમાં કઠિનતા, વિષય પરિચય અલ્પ અને લિપિકાળની કેટલીક સ્કૂલનાઓના કારણે આ આગમનું સંપાદન કાર્ય આગવી સૂઝ-બૂઝ અને સમજણ શક્તિ માંગી લે છે. સંપાદન કાર્ય એ તો સંપાદકની કસોટી જ છે.
આ આગમના સંપાદન કાર્યનો પ્રારંભ કરતાં જ પ્રશ્ન ઉપસ્થિત થયો કે સમાન સૂત્રપાઠવાળા આ આગમોને ભિન્ન-ભિન્નરૂપે પ્રકાશિત કરવા કે એક આગમ રૂપે પ્રકાશિત કરવા? સત્યનિષ્ઠ બની અન્વેષણ કરતાં જણાયું કે પ્રાચીન કાળમાં આ બંને ઉપાંગ સૂત્રો જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિના નામે એક આગમ રૂપ હતા. કાલક્રમે તે બે ભિન્ન-ભિન્ન આગમરૂપે વિખ્યાત થયા છે. ચંદ્ર પ્રજ્ઞપ્તિ સુત્રના નામે પ્રસિદ્ધ ઉપાંગમાં