________________
વિમાનનાં ભ્રમણ માર્ગમાં કમનીય સ્વરૂપવાળા દેવસ્થિત રહે છે, મનોજ્ઞ સ્વરૂપવાળી દેવીઓ હોય છે અને મનોજ્ઞ દર્શનીય આસન-શયન, બધી જાતનાં ઉપકરણ સાધન સામગ્રી ત્યાં પ્રાપ્ત થાય છે. જ્યોતિષરાજ ચંદ્ર દેવ સ્વતઃ સુરૂપ આકૃતિવાળા હોય છે. સર્વ અવયવ સંપૂર્ણ પ્રિયદર્શનવાળા હોય છે. ચંદ્ર દેવ પોતાના પ્રકાશિત વિમાનમાં નિયત રૂપથી ભ્રમણ કરતો વિચરે છે, તેથી ચંદ્રને શશી કહે છે. સૂર્યને આદિત્ય કહેવાનું કારણ એ છે કે તે ખૂબ તેજસ્વી, સર્વ દિશાઓમાં પ્રકાશ પાથરતાં, સમય આવલિકા આદિથી લઈને ઉત્સર્પિણી-અવસર્પિણી કાળની આદિ કરનાર હોવાથી આદિત્ય કહેવાય છે.
આ સૂર્ય દેવેન્દ્રની અગ્રમહિષીઓ પણ ખૂબ સ્વરૂપવાન—તેજસ્વી હોય છે ચંદ્ર-સૂર્ય આદિના કામ ભોગોની માનવીય કામભોગોની સાથે તુલના કરવામાં આવી છે તથા તેઓના પરિવારના ૮૮ ગ્રહોનાં નામ દર્શાવ્યા છે. હે સખી ! આ પ્રમાણે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિનાં વીસ નજરાણા વીસ તમારી સમક્ષ પ્રસ્તુત કર્યા તેમાંથી તમો સુબોધ પ્રાપ્ત કરજો.
વિશેષમાં એ સમજવાનું છે ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિનું વર્ણન પ્રાયઃ સમાન છે. કેવલ મંગલાચરણની ચાર ગાથાઓ ચંદ્રપ્રજ્ઞપ્તિમાં વધુ છે. પાંચ વર્ષના યુગનું માન કરી સૂર્ય અને ચંદ્રનું ગણિત કરવામાં આવ્યું છે. સૂર્યોના ઉદય તેમજ અસ્તનો વિચાર કરી દિનમાનનું કથન છે, ઉત્તરાયણમાં સૂર્ય લવણ સમુદ્રની બહારના માર્ગથી જંબૂદ્દીપની તરફ આવે છે ત્યારે પહેલાં સૂર્યની ચાલ સિંહગતિ જેવી હોય છે અને ત્યારપછી ગજગતિ થઈ જાય છે. જેનાથી ઉત્તરાયણના આરંભમાં દિન નાનો અને રાત્રિ મોટી થાય છે અને ઉત્તરાયણની સમાપ્તિ પર ગતિ મંદ હોવાથી દિન મોટો થઈ જાય છે. એ જ પ્રમાણે દક્ષિણાયનના આરંભમાં સૂર્ય જંબુદ્રીપના ભીતરી માર્ગથી બહારની તરફ ગતિવાળો થાય છે જેનાથી દિવસ મોટો અને રાત્રિ નાની થાય છે.
પ્રિયદક્ષવાચકગણ !
આપશ્રી ચતુરાઈપૂર્વક સમજી ગયા છો કે મારા સહસંપાદિકા વિદૂષી સાધ્વી ડૉ. આરતીશ્રી અને સુબોધિકાશ્રી બંનેનો પુરુષાર્થ પ્રશંસનીય હોવાના કારણે આ સંપાદનનું નામ સુબોધ–આરતી રાખ્યું છે. તેમણે જગત ઉપર નિષ્કામ બુદ્ધિએ અપ્રમત ભાવે અનન્ય ઉપકાર કર્યો છે.
આ સંપાદકીય વાચક વર્ગ પ્રમાદ ત્યાગીને સૂત્રનું સાદ્યંત વાંચન કરશે તો મંગલ મુહૂર્ત પામી શિવ અચલગતના આરાધક બનશે. તથાસ્તુ...
44