________________
નિરૂપમ નૈસર્ગિક નજરાણું – સતરમું:
સત્તરમાં નજરાણામાં સૂર્ય દેવ, ચંદ્ર દેવનું ચ્યવન, ઉપપાત, આદિના સંબંધમાં અન્ય પચ્ચીસ મતમતાંતરોનો ઉલ્લેખ કર્યા પછી સ્વમતનું સ્થાપન છે. નિરૂપમ નૈસર્ગિક નજરાણું – અઢારમું :
અઢારમા નજરાણામાં ભૂમિથી સૂર્ય-ચંદ્ર આદિની ઊંચાઈનું પરિમાણ દર્શાવતા પચ્ચીસ મતમતાંતરોનો ઉલ્લેખ કરીને પરમાત્માએ સ્વમતનું પ્રતિપાદન કર્યું છે. ચંદ્ર સૂર્યનાં વિમાનની નીચે ઉપર અને સમ વિભાગમાં તારાઓનાં વિમાન છે. એક ચંદ્રનો ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ પરિવાર, મેરુ પર્વતથી જ્યોતિષ્ક ચક્ર(તારા)નું અંતર, બાહ્યઆત્યંતર–ઉપર-નીચે ચાલનારા નક્ષત્ર, ચંદ્ર સૂર્ય વિમાન આદિનું સંસ્થાન, આયામવિખંભ અને બાહુલ્ય, તેઓને વહન કરનારા દેવોની સંખ્યા અને તે દેવોના વિકુર્વિતરૂપ, તેની શીધ્ર મંદ ગતિ, અલ્પબદુત્વ, ચંદ્ર-સૂર્ય દેવની અગ્રમહિષીઓ અને તેનો પરિવાર, વિદુર્વણા શક્તિ, દેવ દેવીઓની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ આદિનું વર્ણન છે. હે નયનકીકી દેવી ! તમે એકાગ્ર ચિત્તે વિવેકપૂર્વક વાંચન કરશો તો વિમાન તથા તેમાં રહેલા દેવોની શક્તિનું જ્ઞાન શીધ્ર પામશો અને ભેદ વિજ્ઞાન કરી શકશો કે વિમાન અને દેવો જુદા છે. નિરૂપમ નૈસર્ગિક નજરાણું – ઓગણીસમું:
આ નજરાણામાં ચંદ્ર સૂર્ય સંપૂર્ણ લોકને પ્રકાશિત કરે છે કે લોકના એક વિભાગને? આવા પ્રશ્નના સંબંધમાં ૧૨ મત મતાંતરો દર્શાવીને દેવાધિદેવ આખરમાં સ્વમતનું નિરૂપણ કરે છે. તેમાં લવણ સમુદ્રનો આયામ, વિષ્ઠભ અને ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારાનું વર્ણન કરે છે ત્યાર પછી ધાતકી ખંડના સંસ્થાનનું વર્ણન, કાલોદધિ સમુદ્ર અને પુષ્કરાર્ધ દ્વીપ, મનુષ્ય ક્ષેત્ર આદિનું વિવરણ કરે છે. ઈન્દ્રના અભાવમાં તે જ્યોતિષ લોકની વ્યવસ્થા, ઈન્દ્રનો જઘન્ય-ઉત્કૃષ્ટ વિરહકાલ, મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્ર દેવોની ઉત્પત્તિ તથા ગતિ અને અંતમાં સ્વયંભૂરમણ સમુદ્ર સુધી દ્વીપ સમુદ્રનો આયામવિખંભ-પરિધિ આદિનું વિવેચન ભરચક ભર્યું છે. તે તમારા અંતરમાં અવધારી લેજો. નિરૂપમ નૈસર્ગિક નજરાણું – વસમું:
આ નજરાણામાં ચંદ્રાદિનાં સ્વરૂપ સહિત રાહુનું વર્ણન, રાહુના બે પ્રકાર, ચંદ્ર-સૂર્ય ગ્રહણના જઘન્ય-ઉત્કૃષ્ટ કાળનું વર્ણન છે. તે ઉપરાંત ચંદ્રને શશી કહેવાનું કારણ એ છે કે જ્યોતિષ્ક દેવોના જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રનાં મૃગનાં ચિહ્નવાળા
43