________________
મહિના, તેઓના લૌકિક તથા લોકોત્તર નામ, પાંચ પ્રકારનાં સંવત્સર અને તેના પાંચ-પાંચ ભેદ, અંતિમ શનૈશ્ચર સંવત્સરના ૨૮ ભેદ, નક્ષત્રોના કાર, બે સૂર્યની સાથે યોગ કરનાર નક્ષત્રોનાં મુહૂર્ત પરિમાણ, નક્ષત્રોનો સીમા વિષ્ક્રમ આદિનું પ્રતિપાદન કરેલું છે. આ રીતે હે સખી! આ દસમા નજરાણાના ઉપપ્રાકૃતમાં આટલો મોટો વિસ્તાર એ દર્શાવે છે કે આ નજરાણાના જ્ઞાનેથી નિમિતજ્ઞ, જ્યોતિષજ્ઞ, સ્વપ્ન પાઠક, ગણિતજ્ઞ વગેરે વગેરે વિદ્વાનોનું સર્જન કર્યું ન હોય ! તેવું જણાય છે. આ દસમાં નજરાણાનો સુબોધ જાણીને નયનકીકી દેવી આફ્લાદિત થયા અને અરિહંત પ્રભુની આરતી ઉતારી પોતાના સ્મૃતિ ભંડારમાં સન્માનપૂર્વક નજરાણું ગોઠવી દીધું ને અગિયારમાં નજરાણાને જાણવાનું કુતૂહલ જાગ્યું. નિરૂપમ નૈસર્ગિક નજરાણું – અગિયારમું :
વાચાદેવીએ નયનકકી દેવીની જાણવાની કુતૂહલતા જોઈ અહોભાવપૂર્વક અગિયારમું નજરાણું લાવી તેની પાસે ખોલ્યું ને બોલ્યા કે આ નજરાણામાં પરસ્પર સંકળાયેલા સંવત્સરોનું વર્ણન છે. તે પાંચ સંવત્સરનાં નામ આ પ્રમાણે છે. (૧) નક્ષત્ર સંવત્સર- ૨૮ નક્ષત્રો જેટલા સમયમાં ચંદ્ર સાથે યોગ પૂર્ણ કરે છે, તેને નક્ષત્ર માસ કહે છે. તેવા બાર માસ અને તેના ૩૨૭ છે અહોરાત્રિનો એક નક્ષત્ર સંવત્સર થાય છે. (૨) ચંદ્ર સંવત્સર- જેટલા સમયમાં એકમથી લઈને પૂર્ણિમા સુધીની તિથિઓને ચંદ્ર પૂર્ણ કરે છે તેને ચંદ્ર માસ કહેવામાં આવે છે. તેવા બાર માસ અને તેના ૩૫૪૧ અહોરાત્રિનો એક ચંદ્ર સંવત્સર થાય છે. (૩) 8/ સંવત્સર જેટલા સમયમાં વર્ષા, હેમંત અને ગ્રીષ્માદિ ત્રણ ઋતુઓ વ્યતીત થાય છે તેને ઋતુ સંવત્સર કહેવામાં આવે છે. ૩અહોરાત્રિનો એક ઋતુ સંવત્સર થાય છે. (૪) સૂર્ય સંવત્સર- જેટલા સમયમાં સૂર્ય ૧૮૩ મંડળવાળા બે અયનો પૂર્ણ કરે છે, તેને સૂર્ય સંવત્સર કહેવામાં આવે છે. ૩૬૬ અહોરાત્રિનો એક સૂર્ય સંવત્સર થાય છે. (૫) અભિવર્ધિત સંવસ્તર– ૧૩ ચંદ્ર માસવાળા વર્ષને અભિવર્ધિત સંવત્સર કહેવામાં આવે છે. ૩૮૩ અહોરાત્ર ૨૧ મુહૂર્તોનો એક અભિવર્ધિત સંવત્સર થાય છે.
ચંદ્ર સંવત્સરયુગમાં ત્રીજું સંવત્સર અને પાંચમું સંવત્સર અભિવર્ધિત સંવત્સર હોય છે. આ રીતે સંવત્સરોના આદિ અને અંત સમયના નક્ષત્રોના યોગનું વર્ણન કર્યું છે,