________________
ભંડારમાં ગોઠવી, આરતી ઉતારી પુલકિત બન્યાને નવમાં નજરાણાની નિધિને જાણવા નયનાતુર થયા. નિરૂપમ નૈસર્ગિક નજરાણું – નવમું:
વાચાદેવી નયનકકી દેવીનો ઉત્સાહ જોઈ તાત્કાલિક નવમું નજરાણું લઈ આવ્યા. તેને ખોલી એકાએક બોલી ઉઠ્યા, આ નજરાણામાં પૌરુષી છાયાનો ઉલ્લેખ છે. ભગવાન દર્શાવે છે કે સૂર્યના ઉદય અને અસ્ત સમયે સાધિક ઓગણસાઠ પુરુષ પ્રમાણ છાયા દેખાય છે અર્થાત્ સૂર્યોદયથી દિવસનો ૧૨૦મો ભાગ વ્યતીત થાય ત્યારે અથવા સૂર્યાસ્ત પૂર્વે ૧૨૦મો ભાગ શેષ હોય ત્યારે વસ્તુ કરતાં ઓગણસાઠ ગુણી છાયા હોય છે. જેમ જેમ એક-એક ભાગ વ્યતીત થાય તેમ તેમ છાયા અર્ધ અર્ધ ભાગ ધટતી જાય છે. દિવસના બે ભાગ કરતાં એક ભાગ વ્યતીત થાય અર્થાત્ સૂર્ય બરાબર મધ્યાન્ને આવે ત્યારે વસ્તુની છાયા હોતી નથી અને દિવસનાં ચાર ભાગમાંથી ચોથો ભાગ વ્યતીત થાય કે શેષ હોય ત્યારે વસ્તુ જેવડી છાયા હોય છે. સૂર્ય પ્રકાશની ઊંચાઈ, દૂરપણું અને છાયા પ્રમાણ આ ત્રણે બાબત પરસ્પર સંબંધ ધરાવે છે. વિશેષ સુબોધ પ્રસ્તુત નજરાણામાંથી જાણી લેજો. આટલો સુબોધ ગ્રહણ કરી નયનકકી દેવીએ તેનો સ્વીકાર કરીને આરતી ઉતારી આ નજરાણાને સ્મૃતિ ભંડારમાં ગોઠવી દીધું અને દસમા નજરાણાને જાણવાની ઉત્કંઠા જાગી. નિરૂપમ નૈસર્ગિક નજરાણું – દસમું:
વાચાદેવીએ નયનકીકી દેવીની ઉત્કંઠા જોઈ ઉત્સાહભેર દસમું નજરાણું લાવીને ખોલ્યું અને સ્નેહસભર વર્ણન કરવા લાગ્યા. આ નજરાણામાં બાવીસ ઉપપ્રાભૃત છે. તેની અંદર નક્ષત્રોનો ક્રમ, મુહૂર્તની સંખ્યા, પૂર્વભાગ–પશ્ચિમ ભાગ અને ઉભયભાગથી ચંદ્રની સાથે યોગ કરનારા નક્ષત્ર, યુગના પ્રારંભમાં યોગ કરનારા નક્ષત્રોના પૂર્વાદિ વિભાગ, નક્ષત્રોના કુલ, ઉપકુલ અને કુલીપકુલ આદિ પ્રકાર, ૧૨ પૂર્ણિમા તેમજ અમાવાસ્યાઓમાં નક્ષત્રોનો યોગ, સન્નિપાત યોગવાળી પૂર્ણિમા તેમજ અમાવાસ્યા, નક્ષત્રોના સંસ્થાન, તેના તારાઓની સંખ્યા, વર્ષા, હેમંત અને ગ્રીષ્મઋતુઓમાં માસ ક્રમથી નક્ષત્રોનો યોગ અને પૌરુષી છાયા પ્રમાણ, દક્ષિણ-ઉત્તર અને ઉભય માર્ગથી ચંદ્રની સાથે યોગ કરનાર નક્ષત્ર, નક્ષત્ર રહિત ચંદ્ર મંડલ, સૂર્યરહિત ચંદ્ર મંડલ, નક્ષત્રોના સ્વામી દેવ, ૩૦ મુહૂર્તોનાં નામ, ૧૫ દિવસ તેમજ રાત્રિઓની તિથિઓનાં નામ, નક્ષત્રોનાં ગોત્ર, એક યુગમાં ચંદ્ર તેમજ સૂર્યની સાથે નક્ષત્રનો યોગ, એક સંવત્સરના
40