________________
અવસ્થિત છે અને બીજા મંડળની દૃષ્ટિથી તે અનવસ્થિત છે. આવી સુંદર વિગત આ નજરાણામાં ગણિત સહિત ભરી છે. આ નજરાણાનો સુબોધ અંતરગત કરી
સ્મૃતિભંડારમાં મૂકી આરતી ઉતારી નયનકકી દેવી મનોમન ઝૂમી ઉઠયા ને સાતમા નજરાણાને જાણવા તૃષાતુર બન્યા. નિરૂપમ નૈસર્ગિક નજરાણું – સાતમું:
વાચાદેવી નયનકકી દેવી સમીપ સાતમું નજરાણું લાવ્યા અને કહ્યું કે આ નજરાણામાં સૂર્ય વરણની ચર્ચા છે. લોકોકિત પ્રમાણે અનેક લોકો પૂછે છે કે સૂર્યનું વરણ કોણ કરે છે? ત્યારે અન્ય મતવાદી લોકોએ તેના માટે વીસ પ્રતિપત્તિઓ કહી છે. કોઈ કહે છે મેરુ પર્વત સૂર્યનું વરણ કરે છે યાવત્ પર્વતરાજ પર્વત સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે. આ સર્વના અભિપ્રાયનો હ્રાસ કરીને સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે જે જે પુલો , જે જે પર્વતો, સૂર્યના પ્રકાશનો સ્પર્શ સ્વીકારે છે તે તે પુદ્ગલો તેનું વરણ કરે છે અર્થાત્ સૂર્ય પોતાના પ્રકાશ દ્વારા મેરુ પર્વતાદિને પ્રકાશિત કરે છે. અદૃષ્ટ પુગલો (ગુફાદિમાં રહેલા પદાર્થો) પણ સૂર્યનો સ્વીકાર કરે છે. ચરમાંત પુલો પણ સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે. આ નજરાણાનો સુબોધ સ્વીકૃત કરીને તેની આરતી ઉતારીને નયનકકી દેવીએ સ્મૃતિ ભંડારમાં ગોઠવતા, નયન કીકી દેવીના નેત્રો ડોલી ઉઠયા ને આઠમાં નજરાણાને જાણવા ઉત્સુક થયા. નિરૂપમ નૈસર્ગિક નજરાણું – આઠમું :
વાચાદેવી નયનકકી દેવી પાસે આઠમું નજરાણું લાવ્યા અને કહ્યું કે આ નજરાણામાં સૂર્ય ઉદયની સંસ્થિતિ દર્શાવી છે. જે સૂર્ય પૂર્વ-દક્ષિણ(અગ્નિકોણ) ઉદિત થાય છે તે મેરુ પર્વતથી દક્ષિણ વિભાગમાં સ્થિત ભરત આદિ ક્ષેત્રોને પ્રકાશિત કરે છે અને પશ્ચિમ-ઉત્તર(વાયવ્ય)માં ઉદિત થનારો સૂર્ય મેરુપર્વતથી ઉત્તર વિભાગમાં સ્થિત ઐરવતાદિ ક્ષેત્રોને પ્રકાશિત કરે છે. તે સમયે પૂર્વ-પશ્ચિમ વિભાગમાં રાત્રિ હોય છે અને જંબૂદ્વીપના મેરુપર્વતથી પૂર્વ-પશ્ચિમમાં જે સમયે દિવસ હોય તે સમયે દક્ષિણ ઉત્તરમાં રાત્રિ હોય છે. લવણ સમુદ્રના દક્ષિણ-ઉત્તરમાં જે સમયે દિવસ છે તે જ સમયે પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. દિવસ-રાત્રિની જેમ ઉત્તર-દક્ષિણમાં અને પૂર્વ-પશ્ચિમમાં ઋતુ, અયનાદિ પણ સમાન હોય છે. હા, કાળમાં ભિન્નતા છે. ઉત્તર-દક્ષિણમાં ઉત્સર્પિણીઅવસર્પિણીકાળ હોય છે પરંતુ પૂર્વ-પશ્ચિમમાં નોઉત્સપિણિ-નોઅવસર્પિણી કાળ હોય છે. આ નજરાણાનો વિશેષ સુબોધ વાંચીને જાણી લેજો. નયનકીકી એ તેને સ્મૃતિ
39