________________
કરાવે છે. તેનાથી આગળ વધીને ભગવાન કહે છે કે સૂર્યની ઉર્જા જ્યાં સુધી પ્રકાશિત હોય ત્યાં સુધીમાં માનવોએ સ્વાધ્યાય-ધ્યાન, આહારની સાત્વિકતા જાળવવી જોઈએ. મનની મલિનતા દૂર કરીને દિવસે કાળની આશાતના કર્યા વિના ક્ષણને–લવને જાણીને વીતરાગ બનવા માટે યમ નિયમ કરવા જોઈએ. નૈસર્ગિક ક્રિયા તો એ જ છે કે કોઈપણ જીવની વિરાધના કર્યા વિના સાધક આત્માએ આરાધક બનવું જોઈએ અને રાત્રે આળસ છોડી સત્ ચિત્ આનંદને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ છે નિરૂપમ નૈસર્ગિક નજરાણાનો અહેવાલ. તેનો સુબોધ પામી, જ્ઞાન દીપક વડે આરતી ઉતારીને બીજા નજરાણામાં શું છે તે જાણવા લાલાયિત થયા. નિરૂપમ નૈસર્ગિક નજરાણું - બીજું
નયનકકી દેવી પ્રથમ નજરાણાનું કથન સાંભળી તૃપ્ત થયા અને તેને સ્મૃતિ ભંડારમાં ભરી બીજા નજરાણા માટે પ્રશ્નસૂચક આતુર નયનથી વાચાદેવીને પૂછવા લાગ્યા જગતના લોકો સૂર્યનો ઉદય અને અસ્ત માને છે, તો તે કેવી રીતે બની શકે ? પ્રભુએ તો સૂર્યના વિમાનને શાશ્વતું બતાવ્યું છે. વાચાદેવીએ અહોભાવથી જવાબ આપ્યો કે સૂર્યનો ઉદય કે અસ્ત થતો નથી. પરંતુ માંડલાના રસ્તેથી પસાર થાય અને જે ક્ષેત્રમાં દષ્ટિગોચર થાય ત્યાં તેનો ઉદય થયો એમ કહેવાય અને સૂર્ય ચાલતો-ચાલતો તે ક્ષેત્ર છોડીને આગળ વધી જાય અને દેખાતો બંધ થાય ત્યારે અસ્ત થયો, એમ કહેવાય છે. સૂર્યનું ઉદય-અસ્ત થવાનું ક્યારેય બનતું નથી પરંતુ પ્રત્યક્ષ દેખાય તેને ઉદય અને પરોક્ષ થઈ જાય તેને અસ્ત કહે છે. વ્યવહારનયથી લોકો આમ જ બોલે છે, તેથી હા.. નયનકીકી દેવી તમારી વાત સત્ય છે. અન્યતીર્થિકો એમ માને છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉદિત થઈને અનંત આકાશમાં ચાલ્યો જાય છે. આ વિમાન કોઈ રથ કે દેવતા નથી પરંતુ ગોળાકાર માત્ર કિરણોને સમૂહ છે. જે સંધ્યા સમયે નષ્ટ થઈ જાય છે. કેટલાક લોકોની એવી માન્યતા છે કે સૂર્ય દેવતા છે. જે સ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થાય છે અને સંધ્યા સમયે આકાશમાં અદશ્ય થઈ જાય છે. કેટલાક લોકો કહે છે સૂર્ય એક દેવ છે અને સદા વિદ્યમાન રહે છે. પ્રાતઃકાળે પૂર્વદિશામાં ઉદિત થઈને સંધ્યાના સમયે પશ્ચિમ દિશામાં પહોંચી જાય છે અને ત્યાંથી અધોલોકને પ્રકાશિત કરતો નીચેથી પાછો ફરે છે.
ભગવાન મહાવીર સ્વામી આ પ્રમાણે કહે છે કે હે ગૌતમ! હું આ વિષયમાં વસ્તુની યથાર્થતા પ્રત્યક્ષ જોઈને કહું છું કે આ જંબૂદ્વીપ નામના દ્વીપના અગ્નિકોણમાં તથા વાયવ્ય કોણમાં આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમરમણીય ભૂભાગથી આઠસો
365