________________
નિરૂપણ કરે છે. સાગરમાં સબમરીન ચાલે તેમ નભોમંડળમાં આ જ્યોતિષીચક્ર સતત ગતિમાન રહે છે. તેના રહસ્યો આ નજરાણામાં છે, અઢીદ્વીપના ૧૩૨ સૂર્ય-ચંદ્ર આદિ તેના પરિવાર સહિત જંબુદ્રીપમાં, લવણ સમુદ્રમાં, ધાતકીખંડમાં, કાલોદધિ સમુદ્રમાં, અર્ધપુષ્કર દ્વીપમાં એમ પીસ્તાલીસ લાખ યોજનના એરિયામાં એક સાથે એક પંક્તિમાં રહી પોતપોતાના એરિયામાં ધૂમતા રહે છે. તેના ધૂમવાના પ્રદેશો(માર્ગ) મંડળ કહેવાય છે. એવા સૂર્યના ૧૮૪ મંડળો છે અને ચંદ્રના મંડળો ૧૫ છે. સૂર્ય તથા ચંદ્રનો ક્રમશઃ તેજોમય પ્રકાશ અને ઠંડો પ્રકાશ ધરતીને તાપિત અને શાંત કરે છે.
તીરછી આંખ કરીને નયન કીકી દેવીએ વાચા દેવીને સાંકેતિક પ્રશ્ન કર્યો કે નીચે રહેલા મધ્યલોકના માનવીઓ કલમથી શું કંડારી રહ્યા છે ? વાચા દેવીએ જવાબ આપ્યો કે દરેક માનવો પોતપોતાની મતિ કલ્પનાએ માપ કાઢી તે વિમાનની ગતિને નવાજે છે પરંતુ સર્વજ્ઞ પુરુષોએ સાક્ષાત્ વિમાનની ચાલ જોઈને સમય, આવલિકા, સ્તોક, લવ, મુહૂર્ત દર્શાવ્યા છે. આપ્ત પુરુષો સત્ય હકીકત કહે છે કે ત્રીસ મુહૂર્તની અહોરાત્રિ થાય છે. ત્રીસ અહોરાત્રિનો એક માસ, બાર માસનો એક સંવત્સર અને પાંચ સંવત્સરનો એક યુગ થાય છે. સાથોસાથ નક્ષત્ર માસ, સૂર્ય માસ, ચંદ્ર માસ અને ૠતુ માસના મુહૂર્તોની હાનિ-વૃદ્ધિનું ગણિત સમજાવતા ભગવાન ફરમાવે છે કે જ્યારે સૂર્ય પ્રથમથી લઈને અંતિમ મંડળ સુધી અને અંતિમથી લઈને પ્રથમ મંડળ સુધી ગમન કરે છે ત્યારે અંતિમ મંડળમાં એકવાર ગમન કરે છે, પ્રથમ મંડળમાં પણ એકવાર ગમન કરે છે બાકીના ૧૮૨ મંડળમાં બે વાર ગતિ કરે છે. આદિત્ય સંવત્સરના દક્ષિણાયન અને ઉત્તરાયણના છ-છ માસનાં ગણિતથી એક વર્ષ પૂર્ણ થાય છે. તેમાં દિવસ-રાત્રિના મુહૂર્તોની હાનિ-વૃદ્ધિ થાય છે. દિવસના મુહૂર્તોની વૃદ્ધિ થતાં થતાં અઢાર મુહૂર્ત સુધી પ્રકાશ અવસ્થિત રહે છે. ત્યારે એક જ દિવસ અઢાર મુહૂર્તનો થાય છે અને રાત્રિ બાર મુહૂર્તની થાય છે. ત્યાર પછી મુહૂર્તની હાનિ થતી જાય છે. આ રીતે દિવસની હાનિ થતાં થતાં બાર મુહૂર્ત સુધી પ્રકાશ એક સરખો રહે, ત્યારે બાર મુહૂર્તનો દિવસ હોય છે અને અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે. આ રીતે સંપૂર્ણ ગણિત સર્વજ્ઞ ભગવંતે દરેક માનવોના મતિ કલ્પનાથી પ્રગટ કરેલા અભિપ્રાયનો પરિહાર કરીને સત્ય તથ્ય સુબોધ આપ્યો છે. સુબોધમાં એટલું જ જાણવાનું છે કે મનોમાલિન્ચ મતિવાળા માનવોના મનને વિશુદ્ધ કરવા માટે જ્યોતિષગણરાજ સહાયક બને છે, જેમ કે સૂર્યની ઉર્જા માનવોને ઉષ્માવાન કરી, સ્ફૂર્તિલા બનાવી, તેજસ્વી, લબ્ધિધારી, અષ્ટસિદ્ધિ, નવનિધિને પ્રાપ્ત
35