________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચંદ્ર પ્રજ્ઞપ્તિ આ બંને જૈનાગમ સમાન વિષય ધરાવે છે અને બંને શાસ્ત્રોમાં સૂર્ય-ચંદ્રની ગતિ વિષે વ્યવસ્થિત વિચાર કરવામાં આવ્યો છે. અહીં આપણે આ વિષયનું વિવેચન કરતા પહેલા વિશ્વમાં સૂર્યગતિની ગણના કઈ રીતે ચાલે છે તથા તે ગણનાને આધારે સત્યભાવ પ્રગટ થાય છે કે કેમ? તે વિષે ઊંડાણથી વિચાર કરીશું.
વર્તમાન કાળે સામાન્ય રીતે સૂર્યગતિની ગણનામાં ત્રણ પદ્ધતિ અસ્તિત્વ ધરાવે છે. (૧) વૈદિક પદ્ધતિ (૨) જૈન ગણના પદ્ધતિ અને (૩) વર્તમાન વૈજ્ઞાનિક પદ્ધતિ.
વર્તમાન વૈજ્ઞાનિક પદ્ધતિ એટલી બધી સચોટ છે અને આધુનિક યાંત્રિક સાધનોથી સમસ્ત સૂર્ય, ચંદ્રની ગતિને પ્રત્યક્ષ કરીને સૂર્યને સ્થિર માની પૃથ્વી પરિક્રમા કરે છે, તે વાત સમગ્ર વિશ્વમાં માન્ય કરવામાં આવી છે. જેથી વૈજ્ઞાનિક પદ્ધતિનું ઉલ્લંઘન કરવા માટે કોઈ પ્રબળ સાધન નથી. ફક્ત શાસ્ત્રના આધારે કે માન્યતાના આધારે વૈજ્ઞાનિક ગણનાનું ખંડન કરવામાં આવે છે તે હાસ્યાસ્પદ છે, અતઃ તે બાબતમાં વધારે વિચાર કે મંથન કરવાની જરૂર નથી..
જે શાસ્ત્રો લખાયા છે, તે શાસ્ત્રો ક્યા આધારે લખાયા છે, કઈ દષ્ટિથી લખાયા છે, શું લક્ષ રાખીને લખાયા છે તેનું તત્ત્વતઃ ચિંતન અતિ આવશ્યક છે અને તે ચિંતન યોગબળ કે વ્યક્તિની આધ્યાત્મિક ઉત્ક્રાંતિથી પ્રત્યક્ષ થઈ શકે તેમ છે. જેમની મતિ ઉપર રાગ દ્વેષ આદિ કષાયનો મેલ ચડેલો હોય, તેમને આગમ વિશે અભિપ્રાય આપવાનો કોઈ અધિકાર નથી. મત્ત માનવી શું કોઈ દાર્શનિક નિર્ણય આપવા માટે શક્તિમાન છે ? અસ્તુ...
અહીં આપણે મૂળ વિષય ઉપર આવીએ, વૈદિક ગણના તથા બીજી કેટલીક મિશ્રાદિ દેશોની પ્રાચીન પદ્ધતિની ગણનાઓ હોઈ શકે છે અહીં આપણે તે ગણનાઓ ઉપર વિશેષ વિધાન ન કરતા પ્રથમ જૈનગણના વિશે વિચાર કરીશું.
જૈન ગણના એટલી બધી સચોટ અને એકદમ નિરાલી ગણના છે. વિશ્વના કોઈપણ તત્ત્વવેત્તાઓએ કે જ્યોતિષ માર્તડોએ આવી કોઈ ગણના વિષે કલ્પના કરી
&
25