Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
છે કે તે કચારે, કેવી રીતે પૂરી થશે તેની કલ્પના કરવી પણ આજે તો મુશ્કેલ લાગે છે. એક સતત કાર્યશીલ સંસ્થા કરી શકે એટલું મોટું કાર્ય તેઓશ્રીએ કર્યું છે. તેઓશ્રીના જીવન સાથે વણાઈ ગયેલી અપ્રમત્તતા અને ઉત્કટ શ્રુતભકિતનું જ આ સુપરિણામ છે.
“જ્ઞાનોપાસક વિદ્વાન હોવા ઉપરાંત મહારાજશ્રી શ્રમધર્મના ઉદ્દેશ અને સારરૂપ આત્મસાધનામાં પણ એવા જ મગ્ન અને સતત જાગરૂક હતા. નિર્મળ સંચમની આરાધના તેઓના જીવન સાથે સાવ સહજપણે એવી ઓતપ્રોત બની ગઈ હતી કે એની મધુર અને પવિત્ર છાપ તેઓના વિચારોમાં, કથનમાં અને વર્તનમાં જેવા મળતી હતી. નિર્દેભષણું, નિર્દેશપણું, નિરભિમાનતા, સરળતા, નિખાલસતા, સૌમ્ય નિર્ભયતા, સમભાવ, કરુણાપરાયણતા, પરોપકારિતા, નમ્રતા, વિવેકશીલતા જેવા અનેકાનેક ગુણોથી તેઓશ્રીનાં જીવન અને વ્યવહાર સ્ફટિક સમાં વિમળ બન્યાં હતાં. તેઓ આદર્યું સાધુતાની મૂર્તિ અને શ્રમણજીવનના શ્રેષ્ઠ પ્રતીક હતા.
“ આપણી સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય સાથેના તેઓના આત્મીયતાભર્યા ધર્મસ્નેહનો અને તેઓએ સંસ્થા ઉપર કરેલા ઉપકારોનો વિચાર કરીએ છીએ ત્યારે તો જાણે ઋણુ-સ્વીકાર માટેના મોટામાં મોટા શબ્દો પણ ઓછા પડતા હોય એમ લાગે છે. તેઓશ્રીની પ્રેરણાથી જ સંસ્થાએ આપણાં બધાં પવિત્ર મૂળ આગમસૂત્રોને પ્રગટ કરવાની મોટી યોજના શરૂ કરવાની હિંમત કરી હતી. અને આ ખાખતમાં માત્ર સલાહ કે માર્ગદર્શન આપીને જ સંતોષ ન માનતાં એ યોજનાને અમલી બનાવવા માટે જૈન આગમ ગ્રંથમાળાના મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી પણ તેઓશ્રીએ ઉલ્લાસપૂર્વક સ્વીકારી હતી. આવા મોટા કાર્યની જવાબદારી સ્વીકારીને મહારાજશ્રીએ ન કેવળ આપણી સંસ્થા ઉપર કે જૈન સમાજ ઉપર જ ઉપકાર કર્યો છે, ખરી રીતે એથી જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશવિદેશના વિદ્વાનો અને જિજ્ઞાસુઓ પણ ઉપકૃત બન્યા છે, તેઓની આ નિઃસ્વાર્થ જ્ઞાનસેવાનો લાભ સૌને સદાને માટે મળતો રહેશે, એમાં શક નથી. વળી, આપણી સંસ્થાના એક હિતચિંતક તરીકે તેઓશ્રી જે ચિંતા સેવતા રહેતા હતા એથી તો તેઓ સંસ્થાના એક શિરછત્ર જ બન્યા હતા.
“આવા એક જ્ઞાનતપસ્વી અને જ્ઞાનગરિમાથી શોભતા, સંત પ્રકૃતિના પ્રભાવક મુનિવરનો મુંબઈમાં વિ. સં. ૨૦૨૭ ના જેઠ વદે ૬, તા. ૧૪-૬-૭૧, સોમવારના રોજ સ્વર્ગવાસ થતાં આપણી સંસ્થાને, જૈન સંધને અને દેશ-વિદેશના વિદ્વત્સમાજને ભાગ્યે જ પૂરી શકાય એવી મોટી ખોટ પડી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આ સભા જ્ઞાનચારિત્રથી શોભતી આવી ઉચ્ચ કોટિની વિભૂતિના ઉપકારોનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરે છે અને તેઓશ્રીને ભાવપૂર્વક અનેકાનેક વંદના કરીને તેઓશ્રીનાં અધૂરાં કાર્યો પૂરાં કરવાની શક્તિ અને ભાવના આ સંસ્થામાં તેમ જ શ્રીસંધમાં પ્રગટે એવી પ્રાર્થના કરે છે,’
૧૫
સૌ કોઈ ને એ સુવિદિત છે કે પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજે જ્ઞાનોદ્દારને જ પોતાનું જીવનકાર્ય બનાવીને અને છેલ્લાં ચાલીશ વર્ષે દરમ્યાન આગમસંશોધનનું પાયાનું કામ ખૂબ ભક્તિ, એકાગ્રતા અને ચીવટપૂર્વક કરતાં રહીને, આગમસંશોધન માટેની વિપુલ સામગ્રી પોતાના હાથે જ તૈયાર કરેલી છે. એ સામગ્રીનો સમુચિત ઉપયોગ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org