Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
એક મહાકાય ગ્રંથ છે.
- હવે અહીં આપણે વિચારીએ કે- આત્યંતર ક્રિયાઓ સાથે બાહ્ય ક્રિયાઓનો એટલો તાલમેળ ન હોવા છતાં આચારકાંડના આટલા વિશદ વર્ણનની મહત્તા શું છે?
વસ્તુતઃ દર્શનની દૃષ્ટિએ બે જાતના કારણો જોવા મળે છે. એક સાધક કારણ અને એક બાધક કારણ. સાધક કારણ જેમ સાધનામાં સહયોગી છે, તેથી પણ વધારે સહયોગી બાધક કારણનો અભાવ છે. બાધક કારણો જ્યાં સુધી પ્રબળ અસ્તિત્વ સાથે ઉપસ્થિત હોય ત્યાં સુધી સાધક કારણને અવકાશ મળતો નથી. ગાડી ગમે તેવી સારી હોય છતાં માર્ગમાં પડેલા મોટા પથ્થરાઓ તેને આગળ વધવા દેતા નથી. બાધક કારણોનો પરિહાર નિતાંત જરૂરી છે. જેમ કોઈ કુંભાર ચાકડા ઉપર માટી મૂકીને, ઘડો તૈયાર કરવા ઇચ્છે છે, પરંતુ ત્યાં ઊભેલો બંધુકધારી ધમકી આપે છે કે ચાકડો ચલાવીશ તો ગોળી મારી દઈશ, અહીં બધા સાધક કારણો હોવા છતાં કાર્ય અટકી જાય છે, ઉપયોગી વ્યક્તિની ઉપસ્થિતિ કરતા પણ પ્રતિયોગીનો અભાવ વધારે મહત્ત્વપૂર્ણ છે.
આત્મ દ્રવ્ય સ્વયં પોતાની શુદ્ધ પર્યાયો ઉપર પરિણતિ કરવા તત્પર છે. આત્માની અનંત શક્તિ હોવાથી તેનો સ્વભાવ પ્રગટ કરવામાં વિશેષ અનુબળની જરૂર નથી પરંતુ બાધક કારણોને હટાવવા માટે, યોગ અને અધ્યવસાયોને નિયમિત કરવા માટે અને માર્ગમાંથી હટી જવા માટે સંયમ, તપ અને તીવ્ર ક્રિયાશીલતાની પૂરેપૂરી જરૂર છે. ગંદા વાસણમાં સારી રસોઈ ન થઈ શકે, મેલું પાણી પીવાથી તૃષા માટે કે ન મટે પરંતુ રોગની ઉત્પત્તિ થાય, આવા તો આપણે સેંકડો ન્યાય આપી શકીએ તેમ છીએ. આ ન્યાયના આધારે સમજી શકાય છે કે– બાધક કારણોને હટાવવા માટે કઠોર ક્રિયાની આવશ્યકતા છે. ક્રિયા કે તપસ્યા સીધી રીતે મોક્ષની સાધક નથી, પરંતુ પરોક્ષ રીતે બાધક કારણોને હટાવનારી હોવાથી મોક્ષ માર્ગ મોકળો કરે છે. અધ્યાત્મવાદીઓના મનમાં છે કે દેહાદિક ક્રિયાઓથી આત્મકલ્યાણ કેમ સંભવે? સીધી રીતે આ બાપડાનો પ્રશ્ન ઠીક જ છે, પરંતુ સમગ્ર દર્શન દષ્ટિએ તે ટૂંકી બુદ્ધિનો પ્રશ્ન છે. વસ્તુતઃ આત્મા તો
સ્વયંસિદ્ધ તત્ત્વ છે. એની શુદ્ધ પર્યાયો સ્વયંભૂ પ્રગટ થાય છે પરંતુ જ્યાં સુધી અવરોધો ઊભા હોય, ત્યાં સુધી પર્યાયોનું પરિણમન વૈભાવિક થઈ જાય છે. જે દોર ઉપર નટને નાચવું છે, તે દોર ઉપર વાંદરો બેઠો હોય તો નટને નાચવાનો અવકાશ રહેતો નથી. વાંદારાનું હટવું જરૂરી છે. નાચનાર તો નટ જ છે અને સ્વયં તે જ નાચશે પરંતુ તેનો દોર ખાલી હોવો જરૂરી છે.
આટલી પંક્તિઓ પછી આ વિષયનો મર્મ સમજાય તેમ છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ આચારાંગ સૂત્રનો પ્રથમ શ્રુતસ્કંધ તો
C 23 ON :
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg