________________
પિત કરી. અને (કવિ કહે છે કે એમ પણ સાંભળ્યું છે કે) દશાશ્રુતસ્કંધની વૃત્તિ અને પપ્પીસૂત્રની ટીકા પણ કરી છે. તેમજ બીજાં પણ ઘણાં શાસ્ત્રો કર્યા. આ સિવાય કેટલાંક ઉત્તમ કાવ્ય પણ બનાવ્યાં છે. '
એક વખત બ્રહ્મર્ષિએ આચાર્ય વિજયદેવસૂરિને કહ્યું કે–“આ સહયું તે તદ્દન નવી છે, આગમમાં તે એ પ્રમાણે કહ્યું નથી. માટે આપણે સૂત્ર પ્રમાણે શુદ્ધ પરંપરા કરીને સુધર્મગછ સ્થાપન કરીએ. ચદશની પાખી કરવાનું, ઉદયાત તિથિને પરિહાર કરવાનું અને પાખી અને ચોમાસુ જુદુ કરવાનું એ કંઈ સુત્રમાં કહ્યું નથી. વળી વર્ષમાં ત્રણ પૂનમને માનીને નવ પૂનમને નિષેધ કરવામાં આવે છે અને અગિયાર અમાવાસ્યાને નિષેધ કરવામાં આવે છે. તે પણ ઠીક નથી, તેમ વર્ષનો અઠ્ઠાવીસ પ્રતિક્રમણ કરે છે, અને તે ઉપરાન્ત શતદેવીને કાઉસગ્ગ કરતા નથી. એવા એવા બધા ભેદનું નિરાકરણ કરીને શુદ્ધ સુધર્મગચ્છની સ્થાપના કરવી જોઈએ.”
વિજયદેવસૂરિએ કહ્યું કે-“ હુંમે કહે છે, તે ખરૂં છે, અવસર જોઈને આપણે સૂત્રને માર્ગ ગ્રહણ કરીશું.”
આ પ્રમાણે વિચાર થયા પછી દેશ-પરદેશમાં વિહાર કરતાં તેઓ ખંભાતમાં આવ્યા. અહિં વિજયદેવસૂરિને માટે રેગ થયે. અને પોતાનું આયુષ્ય ટૂંકું છે, એમ જાણી હેમણે બ્રહ્મર્ષિને સૂરિ મંત્ર આપી હેમનું વિનયદેવસૂરિ એવું નામ સ્થાપ્યું, તે પછી વિજયદેવસૂરિ અણસણ કરીને સુરપદ પામ્યા.
(૧) અઢારપાપસ્થાનકની સઝાય, ઉત્તરાધ્યયનને ભાસ, અંતકાલ આરાધના, અન્નકસાધુ ગીત અને મૃગાપુત્ર ચરિત્ર-પ્રબંધ, અષ્ટકમ વિચાર, ચંદ્રપ્રભસ્વામિધવલ, અજાપુત્ર રાસ, સંભવનાથ સ્તવન (છ કડી), સુધર્મગછપરીક્ષા ચોપાઈ, ચતુર્વિશતિ જિનસ્તવન, પ્રતિમા સ્થાપન પ્રબંધ, સુમતિનાગિલને રાસ, સૈદ્ધાતિક વિચાર, ચઉપર્ધી વ્યાખ્યા, સ્તવને, સજઝાયે, કુલકે અને પ્રાસંગિક કાવ્યો વિગેરે. બ્રહ્મઋષિ અને વિનયદેવસૂરિ એકજ છે.
(૨૦)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org