________________
મહેટી પદવી પામશે, અથવા તો તે ગણધર (આચાર્ય) થશે.” માતા-પિતાએ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે-“આ પુત્ર આપનેજ હોરાવીએ છીએ, આપ હેને દીક્ષા આપે.” શ્રીવિદ્યાસાગરસૂરિએ ધર્મનું હિત જોઈ ગવર્ધનને દીક્ષા આપી, અને હેનું નામ જ્ઞાનસાગર પાડ્યું. પછી તેઓ શિષ્યને સાથે લઈને કચછદેશમાં વિચારવા લાગ્યા.
જ્ઞાનસાગરે ગુરૂ પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માંડ, અને અનેક શાસ્ત્રોનું જ્ઞાન મેળવીને જ્ઞાનસાગર (જ્ઞાનને દરિયે) એ નામને ચરિતાર્થ–સાર્થક કર્યું.
અનુક્રમે વિદ્યાસાગરસૂરિ માંડવી, મુનરા (મુદ્રા) માં વિહાર કરીને અંજાર આવ્યા. આ વખતે સર્વ સાધુઓના પરિવાર સાથે સૂરિજીએ ચેમાસુ અંજારમાંજ કર્યું, અને ઘણાં શ્રાવક-શ્રાવિકાએને જ્ઞાનસંપન્ન કર્યા. આ પછી, અહિંથી વિહાર કરીને ગુરૂ દક્ષિણ દેશમાં ઉતર્યા. દક્ષિણના જાલણ ગામમાં હેમને બહુમાન ભર્યો પ્રવેશોત્સવ . ગુરૂએ અહિં ઘણુ ના સ્તકવાદીને સદુપદેશ દઈને શ્રાવક કર્યા. અહિં વળી બુરહાનપુરના સંઘે ગુરૂને બુરહાનપુર પધારવા માટે સાગ્રહ વિનતિ કરી. ગુરૂ બુરહાનપુર પધાર્યા. સંઘે ઉત્સવપૂર્વક સામૈયું કર્યું. આ ગામમાં સૂંઢકેનું જોર કંઈક વિશેષ હતું; ગુરૂને આ ગામમાં પધારવાનું હતું, તે સમયમાં રણછેડરાષિ નામના એક ઢંઢકસાધુ હતા; તેઓ તો ગુરૂને આવતા જાણીને જ પલાથન થઈ ગયા. અહિં ગુરૂએ વિશેષાવશ્યક ગ્રંથ સાથે સંભળાવીને કસ્તૂરશાહ નામના શ્રાવકને પ્રતિબોધ કર્યો. અહિંથી ગુરૂ અંતરીક્ષજી પાર્શ્વનાથની યાત્રાએ ગયા, અને શ્રી પાર્શ્વનાથને ભેટીને પિતાનું ગાત્ર નિર્મળ કર્યું. એવી રીતે દક્ષિણનાં બીજાં પણ ઘણું તીર્થોની યાત્રાઓ કરી, તેમ શ્રાવકેએ પણ અનેક પ્રકારના લાભ લઈ જન્મ સફળ કર્યો.
એ પ્રમાણે ઠેકાણે ઠેકાણે અનેક મિથ્થામતિને સમજાવતા સમજાવતા ગુરૂ ઔરંગાબાદ આવ્યા. અહિંની સાકરબાઈએ ધૂમ
( ૯ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org