________________
હેનું વૃદ્ધિવિજય નામ પાડી પોતાના વડા શિષ્ય કપૂરવિજયજીના ચેલા બનાવ્યા. આ વખતે કુશળવિજયકવિ પણ સાથે હતા. - હવે ગુરૂ અને દેવની ભક્તિ કરતાં શ્રીવૃદ્ધિવિજયજીએ શાસ્ત્રાભ્યાસ કરવા માંડે. ન્હાના શિષ્યનો સારો અભ્યાસ જોઈને ગુરૂ ઘણું રાજી થતા. તે પછી ગચ્છનાયક પાસે હેમને વડી દીક્ષા અપાવી. તેમ યોગ પણ વહેવરાવ્યા અને કર્મગ્રંથાદિને અભ્યાસ પણ કરાવ્યો તદનન્તર ગુરૂએ પાસે રહીને હેમને પંડિત પદ પણ અપાવ્યું. તેમ અનેક શિષ્ય-શિષ્યાઓ પણ હેમને સેપ્યાં. તે પછી સં. ૧૭૫૫ ની સાલમાં ગુરૂશ્રી સત્યવિજય કવિ પાટણમાં સ્વર્ગવાસી થયા.
ગુરૂના સ્વર્ગવાસ થયા પછી, શ્રીવૃદ્ધિવિજયજી ગુરૂને સંઘાડે સારી રીતે વહન કરવા લાગ્યા. પાટણને જૈન સમુદાય હેમને બહુ માન આપવા લાગ્યા. તેઓ યથાશક્તિ સંયમ પાળતા ગામેગામ વિહાર કરવા લાગ્યા જે પૈકી બે ચાર માસાં પાટણમાં કર્યો.
સંવત્ ૧૭૬૯ની સાલમાં હેમણે પાટણમાં ચોમાસું કર્યું હતું. સત્યવિજયજીને નિર્વાણ ૧૭૫૫ ના પિષ માસમાં થયો હોય, અને તે પછી લગભગ એક વર્ષે જિનહષે હેમનો નિણરાસ બનાવ્યો હોય, તે તે બનવા જોગ છે. અને એવું તો કાઈ પ્રમાણ મળતું નથી જ કે–સત્યવિજયનો સ્વર્ગવાસ થયા પછી, તુર્તજ જિનહર્ષે નિર્વાણુ રામ બનાવ્યો છે. જે તે પ્રમાણે મળતું હોય તે હેમનો નિર્વાણ સં. ૧૭૫૬ નો છે, એમ કહેવાને કારણ મળે ખરું. ' (૧) કપૂરવિજ્યજી-પાટણની પાસેના વાગરાડ ગામના રહીશ હતા. હેમના પિતા પોરવાડ વંશીય ભીમજીશાહ હતા, માતાનું નામ હતું વીશ. હેમનું મૂલ નામ કહાનજી હતું. સ. ૧૭૨૦ના માગશર સુદિમાં હેમણે શ્રી સત્યવિજ્યજી પાસે દીક્ષા લીધી હતી. હેમને આનંદપુરમાં શ્રીવિજયપ્રભસૂરિએ પંડિત પદ આપ્યું હતું. હેમને પાટણમાં સં. ૧૭૭૫ ના શ્રાવણ વદિ ૧૪ ને સોમવારે સ્વર્ગવાસ થયો હતો. આ કપૂરવિજયજીને વૃદ્ધિવિજયજી નામના શિષ્ય હોવાનું જિનવિજયજીએ “કરવિજય નિર્વાણ રાસમાં પણ લખ્યું છે. અને તે આજે વૃદ્ધિવિજયજ છે.
(૪ર )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org