________________
શ્રીવૃદ્ધિસાગરસૂરિ. તપાગચ્છની સાબરમતના સ્થાપક શ્રીરાજસાગરસૂરિના શિષ્ય વૃદ્ધિસાગરસૂરિના નિર્વાણને ઉદ્દેશીને સૂરિના પટેધર શિષ્ય લક્ષમીસાગરસૂરિના રાજ્યમાં પં. દીપસોભાગ્યે આ રાસ રચે છે અને સં. ૧૭૫૫ માં લખાયેલી પ્રતિ પ્રમાણે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
હે સમયનું આ વૃત્તાન્ત લખાયું છે, તે સમયે ગુજરાતમાં આવેલું ચાણસમા ગામ પૂર જાહોજલાલીવાળું હતું. હાં દાતા
૧ ચાણસમા, એ વડોદરા રાજ્યના એક તાલુકાનું મુખ્ય ગામ છે અને તે પાટણ (ગુજરાત) થી ૧૦ માઇલ ઉપર આવેલું છે. ચાણસમાની વસ્તી લગભગ ૭૦૦૦ માણસની છે. કહેવાય છે કે અહિં પહેલાં એક જૂની મસજીદ હતી જની પાળને થોડોક ભાગ અત્યારે પણ મોજૂદ છે. આ મસજીદમાંથી હોજમાં ઉતરવાને પત્થરનાં ઘણાં પગથિયાં છે. આ હોજનું હાલમાં તળાવ થયું છે. ભસદના પાયાની અંદરથી વીસ ઈચ ઉપરાન્તની હેટી ઇટો નિકળે છે. આ મસજદને બારે માસ ચાંદ જેવાની બાર બારીઓ હતી. જુદા જુદા માસને ચંદ્રમા જુદી જુદી બારીમાંથી જોઈ શકાતો, આ ઉપરથી ગામનું મૂળ નામ ચાંદસમાં પડવું અને હેનો અપભ્રંશ થઈ હાલ ચાણસમા થયું હશે, એમ કહેવાય છે (જૂઓ, કડી પ્રાંત સર્વસંગ્રહ, પૃ. ૪૫૦ )
- ચાણસમામાં એક ખાસ ઉલ્લેખવા યોગ્ય ઐતિહાસિક ઘટના બની હતી તે એ કે-વિક્રમની સત્તરમી શતાબ્દિમાં વિજયપક્ષ અને સાગરપક્ષમાં હોટે કલેશ ચાલતો હતો. તેમાં સાગરને ગચ્છ બહાર કરવામાં આવ્યા હતા. તેઓને ગ૭માં લેવા સંબંધી વિચાર કરવાને એક વખત અમદાવાદ વિગેરેના સંધે અને વિજયદેવસૂરિ વિગેરેની એક બેઠક અહિં મળી હતી. (જૂઓ વિજયતિલકર રાસ, પૃ. ૧૨૦ )
(૪૮)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org