________________
પરિણામે સંસારની અસારતા, ધર્મથી થતા લાભ, દેશવિરતિ અને સર્વવિરતિ ધમનું સ્વરૂપ સમજતાં હેને (હરજીને ) સર્વ વિરતિ ધર્મને સ્વીકાર કરવાને (દીક્ષા લેવાનો વિચાર થયે. છેવટ સં. ૧૬૮૯ માં ખંભાતમાં પાટણના રૂપજી દેસીએ કરેલા ઉત્સવપૂર્વક હરજીએ પિતાની માતા સાથે દીક્ષા લીધી. ગુરૂએ તેનું નામ હર્ષસાગર સ્થાપન કર્યું. માતાનું નામ કેડિમ મૂળ નામ હેમનું મેઘજી હતું. હેમને એક બીજા ભાઈ હતા, જહેમનું નામ હતું નાનજી. બન્ને ભાઈઓએ માતાની સાથે લબ્ધિસાગર પાસે દીક્ષા લીધી હતી. એકનું નામ મુક્તિસાગર રાખ્યું અને બીજાનું નેમિસાગર. યોગ્યતા પ્રાપ્ત થયે મુક્તિસાગરને પંડિત પદ મળ્યું અને નેમિસાગરને ઉપાધ્યાય પદ. સં. ૧૬૭૪ માં નેમિસાગરનો સ્વર્ગવાસ થયે. સં. ૧૬૭માં મારવાડમાં આવેલા નાડલાઈ ગામમાં, અમદાવાદથી વિજયદેવસૂરિએ મોકલેલ વાસક્ષેપ લેવા પૂર્વક હેમને ઉપાધ્યાય પદ મળ્યું હતું. સં. ૧૬૮૬માં અમદાવાદમાં, વર્ધમાનના પુત્ર વસ્તુપાલે કરેલા ઉત્સવ પૂર્વક હેમને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. અને નામ રાજસાગરસૂરિ રાખવામાં આવ્યું.
રાજસાગરસૂરિ ઉપર શાન્તિદાસ શેઠની પૂર્ણ શ્રદ્ધા હતી. આમનીજ સહાયતાથી શાન્તિદાસ શેઠે સાગછ કાઢયો હતો. રાજસાગરસૂરિનો સં. ૧૭૨૧ની સાલમાં ભાદરવા સુદ ૬ ના દિવસે રાજનગરમાં સ્વર્ગવાસ થયો હતો. રાજસાગરસૂરિએ કુલ ૮૪ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. પોતાની ૨૮ વર્ષની ઉમરે હેમને પંડિત પદ મળ્યું હતું, ૧૪ વર્ષ પંડિત પદ ભોગવ્યા પછી ઉપાધ્યાય પદ મળ્યું હતું, સાત , ઉપાધ્યાય પદ ભોગવ્યા પછી હેમને સૂરિપદ મળ્યું હતું. તેઓ મહાન ત્યાગી હતા, હમેશાં પાંચ વિગયનો ત્યાગ કરતા. હેમણે પિતાની જિંદગીમાં પાંચ હજાર તો આંબિલ કર્યા હતાં. આ ઉપરાંત છ૬, અમ અને ઉપવાસાદિ ઘણી તપસ્યા કરી હતી. કૃપાસાગરના શિષ્ય તિલકસાગરે બનાવેલા રાજસાગરસૂરિરાસમાંથી ઉપરની હકીકત મળે છે.
શાન્તિદાસ શેઠના રાસમાં, જે “જેનરાસમાળા ભાગ ૧ 'માં છપાયેલ છે, રાજસાગરસૂરિ સંબંધી એક બાબત ખાસ ધ્યાન ખેંચે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં હારે રાજસાગર આવ્યા, હારે શાંતિદાસ શેઠ, હેમને ઉપાધ્યાય પદ અપાવવા માટે વિજય
( ૧૦ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org