________________
હેમને આચાર્યપદ આપ્યું. અને નામ લહમીસાગર પાડયું. આ આચાર્યપદ વખતે પણ શાન્તિદાસશેઠના સુપુત્ર શેઠ લક્ષ્મીમારવાડમાં આવેલ સિવાણચી (ખીવાણુદી) ગામનાં હતાં, પરંતુ પાછળથી ખંભાતમાં આવી રહેલાં હતાં. તેઓ એશવાલ જ્ઞાતીય અને છાજડગોત્રીય હતા, નિધિસાગરની દીક્ષા વડોદરામાં સં. ૧૭૩૬ વૈશાખ સુદિ ૩ ના દિવસે થઈ હતી. (જૂઓ, ઐતિહાસિક રાસમાળા ભા. ૧ લે. પૃ. ૨૦)
૩ શાન્તિદાસ શેઠ, એ વિક્રમની સત્તરમી શતાબ્દિમાં અમદાવાદમાં થઈ ગયેલ એક મહેતા નગરશેઠ હતા. હેમના પિતાનું નામ સહસ્ત્રકિરણ હતું. સહસ્ત્રકિરણને કેટલા પુત્ર હતા, એ સંબંધી તપાસ કરતાં જણાય છે કે હેમને બે પુત્રો હતા. વર્દામાન અને શાંતિદાસ. લીંબડીના ભંડારમાં અંતિયા રચના ની એક પ્રતિ છે, તેની અંતમાં આ પ્રમાણે લખેલું છે –
" साह श्रीवच्छ। सुन साह सहस्रकिरणेन स्वभंडारे ગુણીલ્લા યુદ્ધમાનાતિવાણતિનાર્થ છે ” ભાવનગરના પંન્યાસજી શ્રીગંભીરવિજયજી મહારાજના ભંડારમાં
નામની એક પ્રતિની અંતમાં પણ ઉપર પ્રમાણેનાજ શબ્દો છે, એ ઉપરથી સમજાય છે કે-સહસ્ત્રકિરણને બે પુત્રો હતા. શાન્તિદાસ શેઠ ઘણા વિખ્યાત પુરૂષ થઈ ગયા છે. હેમણે જૈન સમાજના એક આગેવાન પુરૂષ તરીકે જહેમ પ્રસિદ્ધિ મેળવી હતી, તેમ તે વખતના બાદશાહના પણ માનીતા થવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. શાનિદાસ શેઠના સમયમાં જ વિજય અને સાગરે વચ્ચે મહાન યુદ્ધ ચાલતું હતું. જેમાં શાન્તિદાસ શેઠે આગેવાનીભર્યો ભાગ લીધે હતો. તેઓ સાગરના પક્ષમાં થઈ ગયાં હતા અને પછીથી તેમણે સાગરમત કાઢયે હતે.
શાન્તિદાસ શેઠે ચિંતામણિ પાશ્વનાથનું એક બાવન જિનાલય મંદિર બંધાળ્યું હતું. આ મંદિર અમદાવાદનું એક પરૂ, હે શાસપુરના નામથી ઓળખાય છે, હાંથી લગભગ એક ખેતરવા દૂર છે. આ મંદિર એક તીર્થ તરીકે ગણાતું હતું. શ્રીશીલવિજયજી નામના એક કવિએ સં. ૧૭૪૬ માં બનાવેલી તીર્થમાળામાં શાન્તિદાસના આ મંદિરનો ઉલ્લેખ કરતાં કહ્યું છે –
« સવંશે શાંતિદાસ શ્રીચિંતામણિ પૂજ્યા પાસ; પ્રભુ સેવાઈ ગજસંપદા દિલ્લી સરિ બહુ માન્ય સદા. ૧૫૧
( પ૩ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org