________________
શિખામણ આપતાં કહ્યું- મહેં હમને હે હાટ ગ૭ભાર સંયો છે, હેને તથા ચતુર્વિધ સંઘને હેમે સારી રીતે સંભાળજે. શુદ્ધ ચારિત્ર પાળજે. ધર્મકાર્ય કરજે, તેમ બુરાનપુર, સૂરત, ખંભાત, પાટણ, રાધનપુર, વડોદરા, માભા (મહુઆ), અંકલેશ્વર, ભરૂચ, નડીયાદ, ડભાઈ અને સેછતા વિગેરે ડેટાં મહેટાં શહેરો, બંદરો, નગર અને ગામમાં અમારું નામ લઈને ધર્મલાભ પહોંચાડજો અને દઢતાપૂર્વક ધર્માચરણ કરતા રહી મનુષ્ય જન્મ સફળ કરજે. ”
ગુરૂને અવસાન સમય જાણીને અમદાવાદને શંઘ ગુરૂના દર્શન માટે એકઠા થવા લાગ્યો.શેઠ શાન્તિદાસના કુલદીપક શેઠ લીમીચંદ, શા. હેમચંદ (તે શેઠ શાંતિદાસના પુત્ર) શા. રતનજીના પુત્ર ખેમચંદ (જેએ શેઠ શાન્તિદાસના પિત્ર થતા હતા,), શા. હીરાચંદ, શા. મેતીચંદ,શા. માણેકચંદના પુત્ર સૌભાગ્યચંદ અને
૧ શેઠ લક્ષ્મીચંદ, એ શાનિતદાસ શેઠના પુત્ર થતા હતા. શાતિદાસ શેઠને કુલ પાંચ પુત્રો હતા:-૧ ધનજી, રતનજી, ૩ લક્ષ્મીચંદ ૪ માણેકચંદ અને ૫ હેમચંદ. એ પ્રમાણે પાંચ પુત્રો હેવાનું શાંતિદાસ શેઠના રાસમાં જણાવ્યું છે, જે હારે રાજસાગરસૂરિરાસમાં ચાર પુત્રો ગણાવ્યા છે. જહેમ
શાહ શાંતિદાસના સુત સેવે સુંદરું રતનપરિ રતનજી સાહ રાજિ; સાહ લખમીચંદસાહ માણેકચંદ હેમસાહ ચડતિ શિવાજે ૨૯
આમાં પનાજીનું નામ ગણાવ્યું નથી. આવી જ રીતે પં. શીલવિજયજીએ સં. ૧૭૪ માં બનાવેલી તીર્થમાળામાં પણ
“ચિંહુપુત્રે વલી સભા ઘણી વંશ વિભૂષણ તે બહુ ગુણી.”
આ પ્રમાણે ચાર પુત્રો હોવાનું જણાવ્યું છે. સંભવ છે આ કર્તાઓના સમયમાં હેમના ચાર જ પુત્ર વિદ્યમાન હોય
શાંતિદાસ શેઠના ઉપર્યુક્ત પુત્રો પૈકી હેમની પછી નગરશેઠની પદવી તે હેમના પુત્ર લક્ષ્મીચંદેજ ભોગવી હતી-જૂઓ. જૈન રાસમાળા (સમાલેચના) પૃ. ૨૦
(૫૭ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org