________________
જવાને વિદાય થયા. માર્ગમાં અજમેરમાં ગુરૂના સ્તૂપની. યાત્રા કરી, પછી તે લાહોર આવ્યો. વચન ચાતુર્યથી બાદશાહને વશ કર્યો. બાદશા હેને ધીરે ધીરે આગળ વધારવાનું વચન આપ્યું. અને તે વખતે એક ઉત્તમ હાથી તથા ઉત્તમ અલંકાયુક્ત એક ઘેડે આપી મંત્રીનું સન્માન કર્યું, તેમ પોતાની પાસેને ભંડાર પણ મંત્રીને સ્વાધીન કર્યો.
- કોઈ વખતે જહાંગીરને ત્યાં મૂલ નક્ષત્રના દેષથી યુક્ત પુત્રી ઉત્પન્ન થઈ. બાદશાહની આજ્ઞાથી મંત્રી કર્મચંદ્ર હેની શાન્તિને માટે સોના-ચાંદીના ઘડાઓથી શાન્તિસ્નાત્ર કરાવ્યું. મંગલદીપક વખતે જહાંગીર પણ આવ્યો, અને દસહજાર રૂપિઆની ભેટ કરી,
નાત્રનું પાણુ અંતઃપુરમાં અને શાહના નેત્રમાં શાન્તિને માટે લગાવવામાં આવ્યું.
૧ અજમેર. રાજપૂતાનાનાં પ્રસિદ્ધ નગરે પૈકીનું આ એક નગર છે. લગભગ અઢીથી ત્રણ હજાર જેનોની અહિં વસ્તી છે અને સારા ધનાઢય જેન ગૃહસ્થ અહિં વસે છે. મુસલમાનોને માટે અજમેર એક ખાસ તીર્થસ્થાન ગણાય છે. કારણ કે-ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તીની અહિં દરગાહ છે. ઘણું હિંદુઓ પણ આ દરગાહની માનતા માની અહિં આવે છે. આ મુઈનુદીનચિસ્તી મધ્ય એશિયાના સાજિહાં નામક સ્થાનોને રહેવાવાળો દરિદ્ર મુસલમાન ફકીર હતો. હેનો જન્મ ઇ. સ.૧૧૪૨ માં થયો હતો. અને ઇ. સ. ૧૨૩૫ માં તે અજમેરમાં માર્યો હતો. હેમની કબર અહિંજ બનાવવામાં આવી હતી.
અજમેરનું અઢીદિનનું ઝૂંપડું (ઢા વિના વણા) એ એક પ્રસિદ્ધ સ્થાન છે. આને માટે બે કિંવદન્તિ ચાલે છે. એક એવી છે કે-વિક્રમની તેરમી શતાબ્દિના આરંભમાં અલ્તમશે અહિંનાં જૈનમંદિરને અઢી દિવસમાં તોડી નાખી તેજ સામાનથી આ મસજીદ બનાવી હતી. બીજી કિંવ. દન્તી એવી છે કે–અહિં પહેલાં જૈન મંદિર બન્યું હતું, પરંતુ કુતુબુદ્દીને અઢી દિવસમાં હેને મુસલમાની પૂજાનું સ્થાન બનાવી લીધું. આ બે પૈકીના કોઈ પણ એક કારણથી તે “અઢી દિવસનું ઝૂંપડું' કહેવાય છે. અજમેરના મ્યુઝિયમમાં અત્યારે ઘણું જૈન મૂર્તિઓ છે, હેમાંની ઘણું ખરી કહેવાય છે કે-આ અઢીદિનના ઝૂંપડાની પાસેથીજ ઉપાડીને ત્યહાં મૂકવામાં આવી છે. વધુ માટે જૂએ. ભારતભ્રમણ, પ્રથમ ખંડ, પૃ. ૨૦૫.
( ૩ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org