________________
વિદ્યાસાગરસૂરિ રાસ.
અંચલગચ્છીય શ્રીઉદયસાગરસૂરિના ગુરૂ શ્રીવિદ્યાસાગરસૂરિ ના નિર્વાણુને ઉદ્દેશીને ગુરૂના ગુણગાનરૂપે મુનિ નિત્યલાભે સં. ૧૭૯૮ માં આ રાસ રચ્યો છે.
હાલાર દેશના નવાનગર શહેરમાં (જામનગરમાં) જામરાજા
(૧) નવાનગર અને જામનગર, તે બન્ને એકજ ગામનાં નામો છે. કહેવાય છે કે વિક્રમ સંવત ચૌદના સૈકામાં આ નગર જામ શ્રીરાવલે વસાવ્યું હતું. અત્યારે પણ આ ગામ કાઠીયાવાડનાં હેટાં શહેરોમાં અગ્રગણ્ય છે. અને તે, કાઠીયાવાડના ઉત્તર કિનારા ઉપર સમુદ્રને કાંઠે છે. આ શહેરમાં લગભગ ૧૩ ૧૪ મંદિરે છે. જહેમાં રાયસિંહ શાહ અને વર્ધમાન શાહનાં બનાવેલાં બે મહેટાં મંદિરે. વધારે પ્રસિદ્ધ અને વખાણવા લાયક છે. રાયસિંહશાહ, અને વર્ધમાન શાહ, બને કચ્છ દેશના અલસાણ ગામના રહીશ હતા અમુક કારણસર તેઓ ઓશવાલ જ્ઞાતિને દશ હજાર માણસ સાથે જામનગરમાં આવીને રહ્યા હતા. અને અહિં પોતપોતાની લમીને સદુપયોગ કરી જિન મંદિર બનાવ્યાં હતાં. આ મંદિરે વિ. સં. ૧૬૭૬ માં પૂર્ણ થયાં હતાં. આ બે મંદિરો પૈકીના વર્ધમાનશાહના મંદિરનો એક શિલાલેખ, અને તેને સારાંશ જામનગર નિવાસી શ્રાવક હીરાલાલ હંસરાજે પોતાના “જૈન ધર્મને પ્રાચીન ઇતિહાસ ભા. ૨ ૫. ૧૭૪ માં આપ્યો છે, તે જેવાથી વિશેષ માહિતી મળશે. આવી જ રીતે આ મંદિરનું વર્ણન “નિયાનંદાપુર-થપે. ૧૦૩ માં પણ આપવામાં આવ્યું છે.
આચાર્ય શ્રી વિજયસેનસૂરિ, દેલવાડામાં ચોમાસુ પછી જામનગર ના જામરાજાના પ્રધાન શ્રાવકેએ મેલેલા શ્રાવકની વિનતિથી જામનગરમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org