Book Title: Acharanga Sutra
Author(s): Saubhagyachandra Maharaj
Publisher: Lakshmichand Zaverchand Sanghvi

View full book text
Previous | Next

Page 7
________________ ન ટકી શકે. જીવવા માટે જેટલું જીવન અનિવાર્ય છે, તેટલી જ માનવજાત માટે ધર્મભાવના અનિવાર્ય છે, અને રહેવાની. જેને નાસ્તિક સંધાય છે એવી વ્યક્તિ પણ નીતિ, માનવતા, સત્ય, ઇત્યાદિ તમાં માને જ છે. એનામાંય પરગજુવૃત્તિ, હૃદય, ભાવના, લાગણી, સ્નેહ એવા એવા અમૃતભાવ ઓછાવત્તા પ્રમાણમાં નજરે પડે છે. કેણુ કહી શકશે કે એ ધર્મ વિના જીવી શકે છે ? પણ આપણું દેશમાં કે અન્ય દેશમાં ધર્મને નામે કેટલીક રૂઢિઓ ચાલી રહી છે, અને એ ધર્મસાધક થવાને બદલે ઊલટી ધર્મરોધક થઈ પડી છે. ત્યારે જ જગત પોકારે છે કે અમારે નિર્ભેળ ધર્મની જરૂર છે–નગદ ધર્મ જોઈએ છે. એ દૃષ્ટિએ જોતાં પ્રથમ કરતાંયે આજે ધર્મની જિજ્ઞાસા વધી છે; સાહિત્યરુચિ અને કર્તવ્યબુદ્ધિ ખીલી છે. જે કંઈ અચિ દેખાય છે તે ખરું પૂછો તે ધર્મવિકૃતિના ત્રાસને પરિણામે જન્મેલ સાચા ધર્મની ભૂખરૂપે જ છે. એવો ખોરાક પૂરો પાડવો એ અમારી નીતિ છે. મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર તરફથી પ્રગટ થતાં પ્રકાશમાં જૈનધર્મ અને જેનસમાજનું બંધારણ મુખ્યત્વે ચર્ચાય છે. પણ જૈનધર્મ એટલે અમુક સંપ્રદાય કે વાડાનો ધર્મ નથી, જૈનધર્મ અને ભગવાન મહાવીરે જે કંઈ કહ્યું છે તે નિખિલ વિશ્વને સંબોધીને સર્વ પ્રાણીના હિત અર્થે કહ્યું છે. એટલે એમનાં વચનને યથાર્થ સ્વરૂપમાં મૂકી વર્ષો પહેલાં વિશ્વવંદ્ય મહાવીરે જે અહિંસા અને સત્યના પ્રયોગો અજમાવી જગતમાં શાન્તિ સ્થાપવા પ્રયાસ કર્યો હતો, અને આજે ગાંધીજી એ જ સિદ્ધાંતથી જે વિશ્વશાન્તિ ઈચ્છી રહ્યા છે, એ ગુકાર્યમાં યિિચત પણ આ પ્રયાસ ઉપયોગી થાય એમાં અમે અમારી કૃતકૃત્યતા અનુભવી રહ્યા છીએ. અમારાં પ્રકાશનેને જૈન તથા જૈનેતર પ્રજાએ એકસરખા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 598