Book Title: Acharanga Sutra Author(s): Saubhagyachandra Maharaj Publisher: Lakshmichand Zaverchand Sanghvi View full book textPage 6
________________ નિવેદન શ્રી “સાધક સહચરી પ્રગટ થયા બાદ લગભગ સવા વર્ષને અંતરે સૂત્રગ્રંથ તરીકે શ્રી આચારાંગ બહાર પડે છે. જૈન આગમાં શ્રી આચારાંગસૂત્રનું સ્થાન સર્વોચ્ચ તરીકે પ્રસિદ્ધ છે. ગણધરપ્રણીત અંગસૂત્રમાંય એનું નામ સૌથી પહેલું છે. જેટલું એ ઉચ્ચ અને પ્રથમ કોટિનું છે, તેટલું જ તેમાં આવતું વસ્તુ પણ ગંભીર, વ્યાપક અને જીવનને તલસ્પર્શી છે. આટલા ગહન અને સર્વગ્રાહ્ય સૂત્રનું ભાષાંતર એક ઉચ્ચ કોટિના વિદ્વાન મુનિરાજને હાથે થાય એ સર્વ રીતે ઈચ્છવા યોગ્ય છે. “જડ સંસ્કૃતિની ધોધમાર વૃષ્ટિ થઈ રહી છે, વિજ્ઞાન અને યંત્રવાદના ઝંઝાવાતે માનવજાતને ડગમગાવી દીધી છે, બુદ્ધિવાદને યુગ બેઠે છે, જગત નાસ્તિક થઈ ગયું છે, થતું જાય છે, ધર્મભાવનાએ ઓસરાતી જાય છે, એવે વખતે આવાં તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાથી ભરેલાં સૂત્ર અપથ્ય નીવડશે” આવા સૂરે કેટલાક ડાહ્યા પુરુષ કાઢી રહ્યા છે. પણ અમારે અનુભવ એથી કંઈક જુદું જ કહે છે. અમને લાગે છે, કોઈ કાળે પ્રજા જીવન વિના ટકી નથી,Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 598