________________
‘ભારત લોકકથા’, ‘દરિયાપારના દેશોની વાતો” જેવાં પુસ્તકો પણ વાંચ્યાં હતાં, “અધ્યાત્મોપનિષદનું ચોથી વાર મનન કર્યું, તો ‘જૉન ઑફ આર્ક', ‘કુમુદિની', ‘આંખ કી કીરકીરી’, ‘શાંતિકુટિર', સુભાષિતમુક્તાવલિ' તેમ જ ‘નર્મકવિતા' જેવા ગ્રંથો પણ વાંચ્યા હતા. વળી, વિ. સં. ૧૯૭૧ની વૈશાખ સુદ પાંચમના રોજ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ આનંદઘનનાં પદો પર લખેલી પ્રસ્તાવના અને ઉપોદ્યાત વાંચ્યાની નોંધ પણ મળે છે. આ વર્ષ દરમિયાન એમની લેખનપ્રવૃત્તિ ચાલતી રહી હતી. ‘કર્મયોગ’ નામનો એમનો ગ્રંથ છપાતો હતો એ પણ નોંધ્યું છે. વિહાર અને વ્યાખ્યાનો ચાલતાં હતાં, એની સાથોસાથ આટલી બધી જ્ઞાનપ્રવૃત્તિ ચાલુ રાખવી તે વિરલ જ કહેવાય. ક્યારેક કોઈ જિજ્ઞાસુનેય અભ્યાસમાં સહાયભૂત થતા હતા. સંવત ૧૯૭૧ની માગશર વદ અમાસે શા. મોહનલાલ જેસિંગભાઈને પાંચમા કર્મગ્રંથની સિત્તેર ગાથા સુધી અભ્યાસ કરાવ્યાની નોંધ પણ મળે છે. સં. ૧૯૭૧ના પોષ સુદિ છઠની નોંધમાં તેઓ લખે છે – | “સાંજના સમયે કડી પ્રાંતના સુબાસાહેબ રા. ગોવિંદજીભાઈ હાથીભાઈ દર્શનાર્થે આવ્યા. તેમને પ્રજાની સેવા કરવી, સાધુઓનો ઉપદેશ શ્રવણ કરવો, પ્રજાજનોનાં દુ:ખો તરફ લક્ષ્ય દેવું, લાઇબ્રેરીઓ, બોર્ડિંગો વિશેષ પ્રમાણમાં વ્યવસ્થાપૂર્વક ઉઘાડવા માટે ઉપદેશ દીધો. ગાયકવાડી રાજ્યમાં સાધુઓને માટે સંસ્કૃત પાઠશાળા ઉઘાડવા ઉપદેશ દીધો.” આવી જ રીતે ફાગણ વદ ૮ના દિવસે “પ્રો. રામમૂર્તિ સેન્ડોની મુલાકાત લઈ ધાર્મિક વિચારોનો ઉપદેશ આપ્યો” એવી નોંધ પણ મળે છે. - એમનો સાહિત્યપ્રેમ સર્વત્ર દેખાય છે. તેઓ ગુજરાતી સાહિત્યના વર્તમાન પ્રવાહો અને સાક્ષરોથી પરિચિત હતા. ગુજરાતી સાહિત્યના સંશોધક શ્રી કે. હ. ધ્રુવ વિશે એમણે લખેલા અપ્રગટ સ્તુતિકાવ્યમાં આ જ્ઞાની અને ધ્યાની યોગીરાજને સાહિત્યસંશોધક પ્રત્યે કેટલો આદર છે, તે પ્રગટ થાય છે. તેઓ કહે છે :
“મિલનસાર સ્વભાવે સારા, સાક્ષરવર્ગમાં પ્યારા, ઉત્તમ વિદ્યાના આધારા, સદ્ગુણના અવતારા. ધન્ય ધન્ય શુભ માત તાત ને, ધન્ય ગુર્જર અવતારી, મોટા મનના શુભ પરમાર્થી, તવ જીવન બલિહારી. અમર કર્યું નિજ નામ જગતમાં, ગુણકારી શુભકારી, ‘બુદ્ધિસાગર’ મંગલ પામો, ગુણગણના ભંડારી.”
આવી જ રીતે સાણંદથી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ મુનિશ્રી જિનવિજયજીને મૈત્રીને બિરદાવતું અને જ્ઞાનવૃદ્ધિની અભિલાષા પ્રગટ કરતું આઠ કડીનું કાવ્ય લખ્યું છે.
આ રોજનીશીનો કેટલોક ભાગ ‘કર્મયોગ’, ‘ભજનસંગ્રહ’, ‘જૈનગીતા’ અને ‘સુખસાગર ગુરુગીતા’ નામે એમના ગ્રંથોમાં પ્રગટ થયો છે. આથી અહીં અપ્રગટ એવા ગદ્ય અને પદ્ય ભાગને
એક વાર તેઓ પોતાની ડાયરીમાં કબૂતર પર કવિતા લખતા હતા. કવિતા લખે ત્યારે તેઓ એમાં તન્મય બની જતા હતા. એમના અંતરના ભાવ અને કુદરતનાં હેત એટલા બધા એકરૂપ બની ગયા કે કવિતાની બીજી પંક્તિ લખાય
તે પહેલાં તો એક કબૂતર આવીને એમની ડાયરી પર બેઠું !